GovernmentInfrastructureNEWS

સાંસદ પરબતભાઇ પટેલની માગ રંગ લાવી થરાદમાંથી પસાર થતો હાઇવે ફોરલેન બનશે.

જીલ્લો બનવાની હરોળમાં અગ્રિમસ્થાને રહેલા મુખ્ય મથક થરાદને ઘણા બધા ગામડાં લાગતા હોવાથી અને શહેરના હાઇવે વિસ્તારનો વિકાસ પણ કુદકે અને ભુસકે વધી રહ્યો છે. કંડલા બંદરે પહોંચવા થરાદમાં માર્કેટયાર્ડથી દુધશીત કેન્દ્ર વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ 68 ની બંને બાજુ અનેક શોપિંગ સેન્ટર, હોસ્પિટલ, બેંક, સોસાયટીઓ અને સંસ્થાઓ આવેલી હોઇ ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી. જેના કારણે ખતરનાક અક્સ્માતમાં મોત અને ગંભીર અથવા તો જીવલેણ ઇજાઓ બનવાના પણ અનેક બનાવો બનવા પામ્યા હતા. વળી ભારે વાહનોના કારણે ટ્રાફિક સમસ્યાએ કાયમી પ્રશ્ન બન્યો હતો. નગરમાં વધતી વાહનોની સંખ્યા વચ્ચે રાજસ્થાનથી અને વાવ,સુઇગામ તરફથી થરાદની બહાર નિકળવાનો આ એકમાત્ર અને મુખ્યમાર્ગ પરપ્રાંતીય (રાજસ્થાન,UP, MP, દિલ્હી, હરીયાણા ,પંજાબ) માલવાહક વાહનો વાયા કંડલા,મુંદ્વા (કચ્છ ભુજ) તરફ જવા અહીંથી પસાર થતાં હોઇ ૨૪ કલાક ધમધમતો રહે છે. 

આટલો મહત્વનો અને અગત્યનો માર્ગ હોવા છતાં પણ પહોળો કરવામાં કે સાઇડોનું વ્યવસ્થિત સમારકામ નહી થવાના કારણે રોડની સાઇડો (ધાર)ના કારણે દ્વિચક્રી વાહન સ્લીપ થવાની અને અનેક જીવલેણ અક્સ્માતોની ઘટનાઓ બનવા પામી હતી. આથી પ્રજાજનોની પ્રબળ માંગ વચ્ચે આ માર્ગને પહોળો કરી વચ્ચે ડીવાઇડર અને સ્ટ્રીટલાઇટ મુકીને વિકસાવવામાં આવે તો પણ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી બનાસકાંઠાના સાંસદ અને પુર્વમંત્રી પરબતભાઇ પટેલ દ્વારા ૪.૧ કિલોમીટર લંબાઇ ધરાવતા આ રોડને ફોરલેન બનાવવા માટે કેંદ્રના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને અગાઉ અને ગત ફેબ્રુઆરીમાં ફરી વખત રજુઆત કરાઇ હતી.

જે માંગણીને સ્વીકારાતાં કેંદ્રના વર્ષ ૨૦૨૧/૨૨ના બજેટમાં આ રોડની કામગીરી માટે રૂપીયા ૩૯.૭૪ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. જેના થકી માર્કેટયાર્ડ નજીકના પાણીના ટાંકાથી વાવ રોડ (નર્મદા કેનાલ) સુધી હયાત રોડ વચ્ચે સ્ટ્રીટલાઇટ અને ડીવાઇડર તથા સર્વિસ રોડ સાથે પહોળો કરવામાં આવશે. આમ નગરનો મહત્વનો અને હાર્દસમો માર્ગ ફોરલેન બનવાનાં સપનાં સાકાર થતાં પ્રજાજનોમાં ભારે આનંદની લાગણી પ્રસરવા પામી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- નવગુજરાત સમય

Show More

Related Articles

Back to top button
Close