GovernmentNEWS

જગતજનની માં ઉમિયાના મંદિરના નિર્માંણની કવાયત શરુ, કાર્યાલયની નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્દઘાટન.

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માંણ પામનાર, જગત જનની માં ઉમિયા માતાનું મંદિરના નિર્માંણની કવાયત શરુ થઈ ચૂકી છે. ગઈકાલે એટલે, ધૂળેટીના પાવન પર્વને દિવસે, ઉમિયાધામના કાર્યાલયનું ઉદ્દઘાટન, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલેના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. જે દરમિયાન નિતીન પટેલે જણાવ્યું હતું કે, જગત જનની મા ઉમિયા માતાના મંદિરનું નિર્માંણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ, ડી.એન. ગોલ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છેકે, ઉમિયા માતાના મંદિરના નિર્માંણના પગલે, જાસપુર અને તેની આસપાસના વિસ્તારોમાં હાઉસિંગ અને કોમર્શિયલ સેગમેન્ટની કિંમતોમાં ચોક્કસપણે ઊછાળો આવશે તેવી શક્યતા રહેલી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close