પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી પામેલા મહેસાણા તાલુકામાં ડ્રોનથી સર્વે કરાયો, 79 ગામના મિલ્કત ધારકોને ઓનલાઈન પ્રોપર્ટીકાર્ડ અપાશે
Drone surveyed in Mehsana taluka selected as pilot project, property owners of 79 villages will be given online property card

મહેસાણા જિલ્લામાં મહેસાણા તાલુકાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરીને 3 જૂનથી કામગીરીહાથ ધરાઈ હતી. મહેસાણા તાલુકાના 79 ગામમાં ચુના મારકિંગ કરીને 41 ગામમાં ડ્રોન દ્વારા સર્વે કરીને તમામ ગામોમાં 5 જૂલાઈ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.

મિલ્કત ધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાશે
ગ્રામ્ય વિસ્તારની મિલ્કતોનું જમીન રેકર્ડ સારી રીતે નિભાવાય અને મિલકતને લગતા વિવાદો અને કેસોનું પ્રમાણ ઘટે તે માટે કેન્દ્ર સરકારે સ્વામિત્વ યોજના બનાવી છે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં મિલ્કત ધારકોને શહેરી વિસ્તારની માફક પ્રોપર્ટીકાર્ડ અપાશે.

41 ગામમાં ડ્રોન સર્વે પૂર્ણ કરાયો
મહેસાણા તાલુકાના કુલ 79 ગામમાં ચુના મારકિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 41 ગામમાં ડ્રોન સર્વે પૂર્ણ કરાયો છે. જ્યારે બાકીના 38 ગામોમાં 5 જુલાઈ સુધીમાં ડ્રોન સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. ડ્રોનથી સર્વે પૂર્ણ કર્યા બાદ મિલ્કતોનું ડિજિટલ લાઈઝેશન કરવામાં આવનાર છે. ડિજીટલાઈઝેશન પૂર્ણ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને ઓનલાઈન પ્રોપર્ટીકાર્ડ ઈશ્યુ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
19 Comments