સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ માટે:અમદાવાદ, સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરવાની તક, 9 એપ્રિલ સુધીમાં એપ્લિકેશન કરી શકાશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (જીએમઆરસીએલ)એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2 તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે મેનેજર, જનરલ મેનેજર સહિતની વિવિધ 15 પોસ્ટ માટે ઓનલાઇન અરજી મગાવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 9 એપ્રિલ, 2021 છે. પસંદગી પામનારા ઉમેદવારોને 3થી 5 વર્ષ કોન્ટ્રાક્ટર આધારિત નિમણૂક અપાશે.
ચીફ જનરલ મેનેજર (સિવિલ): 8
ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે બીઈ કે બીટેક કર્યું હોવું જોઈએ અથવા તેને સમકક્ષ સીજીપીએ. ઉમેદવારને 17થી 20 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ જરૂરી છે.
એડિ. જનરલ મેનેજર સિવિલ : 2
કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ અથવા તેને સમકક્ષ સીજીપીએ. આ સાથે 15થી 18 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ.
જોઇન્ટ જનરલ મેનેજર (સિવિલ): 2
ઉમેદવારે સિવિલ એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે બીઈ કે બીટેક પાસ કર્યું હોવું જોઈએ અથવા તેને સમકક્ષ સીજીપીએ. ઉમેદવારને 14થી 16 વર્ષનો વર્ક એક્સપિરિન્યસ હોવો જોઈએ.
એડિ. જનરલ મેનેજર (આર્કિ.): 1
આ પોસ્ટ માટે ઉમેદવારે બેચલર ઓફ આર્કિટેક્ટમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ અથવા તેને સમકક્ષ સીજીપીએ. આ ઉપરાંત 15થી 18 વર્ષનો વર્ક એક્સપિરિન્યસ જરૂરી છે.
જોઇન્ટ જનરલ મેનેજર (આર્કિ.): 1
ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે બેચલર ઓફ આર્કિટેક્ટ કર્યું હોવું જોઈએ. આ ઉપરાંત 14થી 16 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ જરૂરી છે.
મેનેજર (મલ્ટિ મોડલ ઇન્ટીગ્રેશન): 1
માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ઓફ પ્લાનિંગમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ જરૂરી અથવા તેને સમકક્ષ સીજીપીએ. આ સિવાય ઉમેદવારને 7થી 9 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ.
કુલ 15 જગ્યા પર કોન્ટ્રાક્ટથી ભરતી કરાશે
પોસ્ટ | સેલેરી | વય મર્યાદા |
ચીફ જનરલ મેનેજર (સિવિલ) | 1.20 લાખથી 2.80 લાખ | 45થી 55 વર્ષ |
એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) | 1 લાખથી 2.60 લાખ | 43થી 53 વર્ષ |
એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) | 1 લાખથી 2.60 લાખ | 43થી 53 વર્ષ |
જોઇન્ટ જનરલ મેનેજર (સિવિલ) | 90 હજારથી 2.40 લાખ | 40થી 50 વર્ષ |
જોઇન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) | 90 હજારથી 2.40 લાખ | 40થી 50 વર્ષ |
મેનેજર (મલ્ટી મોડલ ઇન્ટીગ્રેશન) | 60 હજારથી 1.80 લાખ | 30થી 40 વર્ષ |
આ રીતે અરજી કરો
ઉમેદવારે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ http://www.gujaratmetrorail.com/careers/ પર જઈને તેમાં ‘એપ્લાય ઓનલાઇન’ પર ક્લિક કરવાનું રહેશે. અરજી કરતી વખતે તેમાં માગેલા સીવી, પે સ્લિપ્સ અને ટેસ્ટિમોનિઅલ્સ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ અંતિમ તારીખ 9 એપ્રિલ, 2021 પહેલાં સબમિટ કરવાના રહેશે.
પસંદગી પ્રક્રિયા
આ જગ્યાઓ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટેનો કોલ લેટર મોકલવામાં આવશે, જેમાં ઇન્ટરવ્યૂનો સમય, તારીખ અને સ્થળની જાણકારી હશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
14 Comments