હેરિટેજ પ્રોજેક્ટ:6 વર્ષ પછી કાલુપુર ટાવરના ટકોરા વાગશે, 9.74 લાખમાં નવીનીકરણ
- બ્રિટિશ શાસનમાં ક્લૉક ટાવરની પરંપરા શરૂ થઇ હતી
- હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટર અને રંગરોગાન શરૂ
આ છે કાલુપુર ટાવર જે હાલ હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 9.74 લાખના ખર્ચે રિસ્ટોર થઈ રહ્યો છે. તે ક્લૉક ટાવર તરીકે પણ ઓળખાય છે. બ્રિટિશ શાસનમાં આ પ્રકારના ક્લૉક ટાવર તૈયાર કરવાની પરંપરાને વેગ મળ્યો હતો.
20મી સદીનો કાલુપુર ટાવર જે અંદરથી જર્જરિત હતો તેમાં ટ્રેડિશનલ ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. લાકડાં ખવાઈ ગયા હતાં તેને પણ રિપ્લેસ કરવામાં આવ્યા છે. તે સાથે ઘડિયાળ પણ રિપેર કરવામાં આવી છે. બહારથી પણ હાલ તેનું રંગરોગાન થઈ રહ્યું છે ત્યારે થોડાક જ દિવસોમાં આ સ્થાપત્ય નવું કલેવર ધારણ કરશે. ગુજરાતમાં જે જૂના શહેરો છે તેમાં આ પ્રકારના ટાવર જોવા મળે છે.
અગાઉ નાગરિકો માટે ટાવર એક સ્થાપત્યની સાથે-સાથે કેટલો સમય થયો તેની પણ ઓળખ સમાન હતું. ટાવરમાં ટકોરા પડે તેમ શહેરીજનો પોતાનું રૂટિન શરૂ કરતાં હવે હાથમાં સ્માર્ટવોચ આવી ગઈ છે ત્યારે આ ટાવર અને તેના ટકોરા વિસરાઈ ગયા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
10 Comments