દેશનો પ્રથમ અર્બન દ્વારકા એક્સપ્રેસ વેના નિર્માંણકાર્ય અંગે નિતીન ગડકરીએ યોજી પત્રકાર પરિષદ
ભારતમાલા પરિયોજના અતંર્ગત નિર્માંણ પામી રહેલો દ્વારકા એક્સપ્રેસનું નિર્માંણકાર્ય 50 ટકા પૂર્ણ થયું છે અને 2021ના અંત સુધી આ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરવામાં આવશે તેવી સંભાવના છે. દેશનો પ્રથમ સેપરેટ અર્બન એક્સપ્રેસ હાઈવેની કુલ લંબાઈ 29 કિલોમીટર છે. જેમાં 18.9 કિલોમીટર હરિયાણામાં અને 10.1 કિલોમીટર નવી દિલ્હીમાં પડશે. દેશનો પ્રથમ અર્બન એલિવેટેડ દ્વારકા એક્સપ્રેસમાં દેશની સૌથી લાંબી અને પહોળી અર્બન ટનલનું નિર્માંણ પણ દ્વારકા એક્સપ્રેસ હાઈવેમાં જ થાય છે. તેમજ આ એક્સપ્રેસ વેમાં 9 કિલોમીટરની લંબાઈવાળો દેશનો પ્રથમ એલિવેટેડ ફ્લાયઓવર નિર્માંણ પામશે, જેમાં ફુલ્લી ઓટોમેટેડ ટોલ સિસ્ટમ લગાવવામાં આવશે તેમજ અન્ય ટેક્નોલોજીનાં બિંદુથી ભરપૂર હશે. ત્યારે આ અંગે રોડ અને હાઈવેના વિભાગના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ દ્વારકા એક્સપ્રેસ વે અંગે સંપૂર્ણ માહિતી પત્રકારોને આપી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments