ભાજપનો ચૂંટણી ઢંઢેરો
• રિવરફ્રન્ટ, સ્માર્ટ સિટી, ઓવરબ્રિજ, મલ્ટિલેવલ પાર્કિંગ કે સાઈકલ ટ્રેક જેવા પ્રોજેક્ટને જ આગળ ધપાવવાની વાત
ચૂંટણીના પાંચ દિવસ પહેલાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ઢંઢેરામાં કોઈ લોભામણી જાહેરાતો કરી નથી. રિવરફ્રન્ટ, સ્માર્ટ સિટી, ઓવરબ્રિજ, મલ્ટિલેવલ પાર્કિંગ, સાઈકલ ટ્રેક સહિતના જે પ્રોજેક્ટ કાર્યરત છે તેને આગળ ધપાવવાની જાહેરાતો કરવામાં આવી છે. લોભામણી જાહેરાતો નહીં કરવા પાછળનો અર્થ એટલો જ છે કે, જીત્યા પછી વિપક્ષ ઢંઢેરાની જાહેરાતોને મુદ્દો ન બનાવે. જો કે, ઢંઢેરામાં મહિલા, સિનિયર સિટીઝન, શહેરની સોસાયટીઓ અને યુવાવર્ગ માટે પણ કેટલીક નવી જાહેરાતો કરી છે. કોરોનાને કારણે હેલ્થ સેક્ટર પર પણ ભાર મૂક્યો છે.
પ્રોપર્ટી ટેક્સમાં પણ વહીવટી સરળતા તથા પારદર્શકતા આવે તે માટે આકારણીમાં સેલ્ફ એસેસમેન્ટ પદ્ધતિ દાખલ કરવાનું વચન આપ્યું છે. જ્યારે હેરિટેજ સ્થાપત્ય ધરાવતા મકાનોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત યોજના અમલી બનાવવાનું જાહેર કર્યું છે. ભાજપનો દાવો છે કે, 2030 સુધીના વસતી વધારાને ધ્યાને લઈને 10 વર્ષ પછીના અમદાવાદની જરૂરિયાતનો સરવે કરી પાણી, ડ્રેનેજ, સફાઈ, રસ્તા અને આરોગ્ય સેવાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
હાઉસિંગ-સોસાયટીઓ અને ફ્લેટની સ્કીમ
- સ્વૈચ્છિક વોટર મીટર માટે સબસિડી યોજના
- સોસાયટી, ફલેટમાં ઘનકચરાના નિકાલ માટે રિસાઈકલ ઓફ વેસ્ટની સુવિધા ઉભી કરાશે.
- સોસાયટી-હાઉસિંગ કોલોનીની મીટિંગ માટે મ્યુનિ.કોમ્યુનિટી હોલ રાહત દરે અપાશે.
- ફલેટના પાર્કિંગ એરીયામાં ડસ્ટ ફ્રી માટે વિશેષ સ્કીમ રજૂ કરવામાં આવશે.
- સોસાયટીમાં આઉટડોર કસરતના સાધનો તથા ચિલ્ડ્રન પ્લે એરિયા માટે સ્કીમ મૂકાશે.
- વેસ્ટ કચરાનો સોસાયટીમાં જ ખાતર બનાવવા ઉપયોગી થાય તેવા કોમ્પેકટ મશીન લોકભાગીદારીથી મૂકવા સ્કીમ મૂકીશું.
- ખાનગી સોસાયટીમાં 70ઃ20ઃ10 સ્કીમમાં આરસીસી રસ્તા, પાણીની લાઈન તથા ફૂટપાથની સુવિધાની સરળ પોલિસી લવાશે.
- નાના મકાનોની સોસાયટીમાં 100% ખર્ચે સુવિધા.
ટ્રાન્સપોર્ટ
- ઈલેક્ટ્રિક વાહનો માટે વિશેષ સુવિધા અને ઈલેકટ્રિક વાહનોનો વધુ વપરાશના પ્રયાસ કરાશે
- બીઆરટીએસ-એએમટીએસમાં ઈલેકટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરાશે
- બીઆરટીએસ અને એએમટીએસમાં નવી એસી બસો મૂકાશે
- 76 કિમી રિંગ રોડ પર સરકયુલર રૂટનો પ્રારંભ કરાશે
- એક પ્રવાસ એક ટિકિટ યોજના મૂકાશે
ભાજપના 16 સંકલ્પ
* 2030નાં અમદાવાદનું આયોજન
* નવા ફ્લાયઓવર, અંડર પાસ, રેલ્વે ક્રોસિંગ મુક્ત અમદાવાદ
* AMTS એરકન્ડીશન, બસોમાં વધારો-નવી ઈલેક્ટ્રિક બસોમાં વધારો.
* પોલ્યુશન મુક્ત અમદાવાદ
* ગ્રીનકવર ડબલ કરવાનું આયોજન
* વિધવા સહાય ધરાવતા મહિલાઓને વિનામુલ્યે બસ પ્રવાસ.
* હેરીટેજ મિલકતોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત.
* સ્માર્ટ પબ્લિક સ્કૂલ તથા ડે સ્કૂલનું આયોજન
* પૂર્વ વિસ્તારમાં ક્રિકેટ કોચિંગ સેન્ટર
* પૂર્વ વિસ્તારમાં નવી અદ્યતન હોસ્પિટલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
* સ્લમ ફ્રી સીટીનું આયોજન
* સીનીયર સીટીઝનો માટે અનેક યોજનાઓ
* સોસાયટી-હાઉસીંગ વસાહતની મીટિંગો માટે રાહત દરે કોમ્યુનિટી હોલ.
* સોસાયટીઓમાં સુવિધા
* પ્રત્યેક ગાર્ડનમાં યોગા સેન્ટરનું આયોજન
* સોસાયટી કોમનપ્લોટમાં આઉટડોર કસરતના સાધનો મુકવાનું આયોજન
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
11 Comments