GovernmentInfrastructureNEWS

વૃક્ષોનું જતન – પહેલીવાર સુપ્રીમે નક્કી કર્યું કે, એક વૃક્ષની 1 વર્ષની કિંમત રુ. 74,500 થાય

એક સુવાક્ય છે. વૃક્ષો વાવો અને વરસાદ લાવો, પરંતુ આજના આધુનિક યુગમાં આપણે ભૂલી ગયા છીએ. આપણે સૌ વિકાસની સાથે, વૃક્ષોનું વાવેતર કરીએ જેથી, આપણે અને આપણી આવનારી પેઢી આપણને યાદ કરશે. કારણ કે, વૃક્ષ માનવજીવનનો અભિન્ન અંગ છે. જેથી, આપણે સૌ વનરાજી અને તેની સુંદરતા ઈચ્છીએ છીએ. જેથી, હવે દેશના શહેરોના આઉટસ્કર્ટ વિસ્તારોમાં વીક એન્ડ હોમનો કન્સ્પેટ ડેવલપ થયો છે. અને લોકો મોટાભાગે શનિવાર અને રવિવારે વીક એન્ડ હોમમાં પસાર કરવાનું પસંદ કરે છે. ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે વૃક્ષોનું ચોક્કસ મૂલ્યાંકન કરાવીને તેનું મૂલ્ય નક્કી કર્યું છે. અને ચુકાદો આપ્યો છે કે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય 74500 રુપિયા હોઈ શકે છે.

ઉલ્લેખનીય છેકે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક નિષ્ણાત સમિતિએ વૃક્ષોનાં મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો છે. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. 74,500 હોઈ શકે છે, એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને એનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. દેશમાં પહેલીવાર વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરાયું છે.

આ સમિતિના અહેવાલમાં કહેવાયું છે કે 100 વર્ષ જૂના એક હેરિટેજ વૃક્ષની કિંમત રૂ. એક કરોડથી વધુ હોઈ શકે છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે જાન્યુઆરી 2020માં આ સમિતિના સભ્યોને વૃક્ષોનું આર્થિક મૂલ્ય નક્કી કરવાનું કહ્યું હતું. આ કિંમત વૃક્ષો દ્વારા અપાતા ઓક્સિજનની કિંમત અને અન્ય લાભ પર આધારિત હોઈ શકે.

આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ સાથે જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રહ્મણ્યમ પણ સામેલ હતા. તેમણે ફક્ત વૃક્ષોનાં લાકડાંના આધારે જ નહીં, પરંતુ પર્યાવરણમાં વૃક્ષોના સકારાત્મક પ્રભાવને ધ્યાનમાં રાખીને એનું મૂલ્યાંકન કર્યું છે.

એક વર્ષની વૃક્ષની કિંમતનું ગણિત
પશ્ચિમ બંગાળ રેલવેએ ઓવરબ્રિજ બનાવવા માટે હેરિટેજ વૃક્ષ સહિત 356 વૃક્ષ કાપવાની મંજૂરી માગી હતી. આ મુદ્દે સમિતિએ કહ્યું હતું કે આ વૃક્ષોની કિંમત રૂ. 2.2 અબજ છે, જે આ પ્રોજેક્ટના મૂલ્યથી પણ વધુ છે.

  • વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને એનું મૂલ્ય નક્કી કરવું જોઈએ.
  • 100 વર્ષ જૂના હેરિટેજ વૃક્ષનું મૂલ્ય એક કરોડ રૂપિયાથી વધારે, વૃક્ષ જેટલું જૂનું એટલું જ એનું મૂલ્ય વધતું જાય છે
  • ઓક્સિજન: રૂ. 45,000
  • ખાતરની કિંમત: રૂ. 20,000
  • લાકડાંની કિંમત: રૂ. 10,000
  • કુલ કિંમત: રૂ. 74,500

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close