Civil EngineeringInfrastructureNEWS

વિશ્વ ઉમિયાધામ ખાતે, 72 કલાકમાં 24,089 CMTનો ક્રોંક્રિટ રાફ્ટ નિર્માણ કરી, PSP Projects  સ્થાપશે વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદના જાસપુર ખાતે, 100 વીઘા વિશાળ ભૂ-પટલ પર વિશ્વનું સૌથી ઊંચુ જગત જનની માં ઉમિયાનું મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે તેના પાયાનું નિર્માણકાર્ય ભારતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ કરી રહ્યું છે,અને આ કંપની વિશ્વનો સૌથી કોંક્રિટ રાફ્ટ નિર્માણ કરવા જઈ રહી છે, જે વિશ્વ વિક્રમ અંકિત કરશે.  

પીએસપી પ્રોજેક્ટના જણાવ્યાનુસાર, વિશ્વનું સૌથી મોટું માં ઉમિયા મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં હાલ પાયાનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે, તેના બેઝનો રાફ્ટ 24,089 CMT(Cubic Meter) કોંક્રિટ રાફ્ટનું કાસ્ટિંગ સતત ત્રણ દિવસ એટલે કે, 72 કલાકમાં નિર્માણ કરવામાં આવશે. આ રીતે, પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ, વિશ્વનો સૌથી મોટો ધાર્મિક રાફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરીને, વિશ્વ કિર્તીમાન સ્થાપિત કરશે. ત્યારે નજર કરીએ, પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા વિશ્વના સૌથી મોટા રિલિઝીયસ કોંક્રિટ રાફ્ટ કાસ્ટિંગ કરવા માટે કરાયેલા વિરાટ અને ભવ્ય આયોજન પર.

પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે વિશ્વના સૌથી મોટો કોંક્રિટ રાફ્ટ ભરવા માટે કરાયેલું આયોજન

  • 24,089 ક્યૂબિક મીટર કોંક્રિટનો રાફ્ટ
  • 72 કલાકનો લાગશે સમય
  • 4,375 મેટ્રિક ટન સ્ટીલનો થશે ઉપયોગ
  • 3600 ટન સિમેન્ટનો થશે ઉપયોગ
  • 25 થી વધારે RMC Plants સતત કરશે કામ
  • 280થી વધારે ટ્રાઝિટ મિક્સર્સ
  • 4000થી વધારે, કોંક્રિટ ટીએમ ટ્રીપ
  • 25 થી વધારે કોંક્રિટ પમ્પનો થશે ઉપયોગ
  • 3 બૂમ પ્રેસર પમ્પનો થશે ઉપયોગ
  • 300થી વધારે લેબર્સનો મોટી ફોર્સ કામ લાગશે.

ઉલ્લેખનીય છે કે, ભારતભરમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં સૌથી ઝડપી અને ગુણાવત્તાસભર નિર્માણકાર્યમાં નામાંકિત પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડે, તાજેતરમાં અમદાવાદના નારણપુર વિસ્તારમાં વીર સાવરકર  સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષનું નિર્માણકાર્ય છે. જે 2030માં આયોજિત કોમન વેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સ-2036 માટેનું દેશનું પ્રથમ ટ્રેનિંગ સેન્ટર છે. આ ઉપરાંત, પીએસપી પ્રોજેકેટ્ લિમિટેડે, કાશી વિશ્વનાથ કોરિડોર, સુરત ડાયમંડ બૂર્જ, સાબરમતી રિવરફ્રન્ટ વગેરે જેવા દેશના સૌથી મોટો અને આઈકોનિક પ્રોજેક્ટો નિર્માણ કર્યા છે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close