GovernmentInfrastructureNEWS

રેલવેનો વધુ એક અન્યાય:ભરૂચમાં બ્રોડગેજ લાઇન બનાવવા 800 કરોડ ખર્ચ્યા, રોજનો ખર્ચ 20 હજાર આવક માત્ર 2 હજાર, આખરે ટ્રેન જ બંધ

  • ભરૂચ જિલ્લા સાથે વેસ્ટર્ન રેલ્વેએ ફરી અન્યાય કર્યો: બ્રોડગેજ લાઈનને મુંબઈથી અંકલેશ્વર, રાજપીપલા થઈ કેવડિયા સાથે જોડવા માંગણી
  • કોરોના કાળમાં બંધ થયેલી અન્ય બ્રોડગેજ ટ્રેન શરૂ, રાજપીપલાની રદ
  • અંકલેશ્વર- રાજપીપલા વચ્ચેની નેરોગેજ લાઈનને 15 વર્ષ પહેલાં જ 800 કરોડના ખર્ચે બ્રોડગેજમાં પરિવર્તિત કરાઈ હતી

ભરૂચ જિલ્લા સાથે ફરી વેસ્ટર્ન રેલ્વેએ અન્યાય કર્યો હોય તેવપં સામે આવ્યું છે. કોરોના કાળમાં લોકડાઉનને કારણે બંધ થયેલી બ્રોડગેજ લાઈનો ચાલુનો કરવા ઇન્કાર કર્યો છે. ત્યારે અંકલેશ્વર – રાજપીપલા વચ્ચે ચાલતી નેરોગેજને 15 વર્ષ પૂર્વે રૂપિયા 800 કરોડના ખર્ચે બ્રોડગેજમાં પરિવર્તિત કરીહતી. કોરોનાકાળમાં લોકડાઉન થતાં આ ટ્રેન બંધ કરી દીધી હતી. આદિવાસી વિસ્તારને જોડાતા ભરૂચ નર્મદા જિલ્લાના ગરીબ પરિજનો માટે આશિર્વાદરૂપ ટ્રેન બંધ થતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

વાસ્તવમાં આ ટ્રેન જ્યારે ચાલતી ત્યારે એક દિવસનો ખર્ચ 20 હજાર રૂપિયા થતો હતો. જેની સામે આવક માત્ર 2 હજારની હતી. જેથી ખોટ કરતી આ ટ્રેન સેવાને બંધ કરવા તંત્ર રાહ જોઈને બેઠું હોય તેમ કોરોના મહામારી જાણે નિમિત્ત બની ગઈ. અને આખરે આ ટ્રેન જ રદ કરી દેવામાં આવી છે. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશ સાથે જોડવા 8 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જે પૈકીની કેટલિક ટ્રેનો અંકલેશ્વર, ભરૂચ, વડોદરા થઈને કેવડિયા જઈ રહી છે. જે સીધી જ અંકલેશ્વરથી કેવડિયા પહોંચી શકે તે માટે કેવડિયા- રાજપીપલાને જોડી ટ્રેન સેવા શરૂ કરવા જિલ્લાવાસીઓ માંગ કરી રહ્યા છે.

નેરોગેજ રેલવે લાઇનોનું બ્રોડગેજમાં રુપાંતર કરી 15 વર્ષ પૂર્વે અંકલેશ્વર – રાજપિપલા વચ્ચેની રેલવે લાઇન રૂપાતંરીત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની ઔધોગિક નગરી ગણાતા અંકલેશ્વરને નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા સાથે જોડતી રેલવે લાઇનના ૬૩ કિલોમીટર લાંબા અંતરમાં અંકલેશ્વર થી શરુ કરીને રાજપિપલા સુધીમાં કુલ 14 જેટલા રેલવે સ્ટેશનો આવ્યા છે. આ રેલવે સ્ટેશનોમાં આઝાદી પહેલાના સમયથી ગુજરાતમાં ઘણી નેરોગેજ રેલવે ટ્રેનો ચાલતી હતી. આ લાઇન બ્રોડગેજ બની ત્યારે બન્ને જિલ્લાની જનતા સુવિધા મળવાની આશાએ ખુશ હતી. પરંતુ બ્રોડગેજ બન્યા બાદ પણ આ સુવિધા શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઇ હતી. 64 કિમિ નું અંતર કાપવા માટે સદા ત્રણ કલાક લાગતા હતા.

કોરોના મહામારી સમયે લોકડાઉનમાં આ ટ્રેન બંધ થઇ.લોકડાઉન પૂર્ણ થયા બાદ ખત્રી અંશતઃ ઘણી ટ્રેનો ફરી શરુ કરવામાં આવી હતી.,પરંતુ અંકલેશ્વર રાજપિપલા વચ્ચેની આ ટ્રેન સુવિધા હજી ચાલુ નથી થઇ નથી .ભરૂચ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તાર માટે મહત્વની સુવિધા એવી આ રેલવે સુવિધા ફરીથી ચાલુ કરીને તેને વિસ્તૃત બનાવાય એવી લાગણી બન્ને જિલ્લાની જનતામાં સ્પસ્ટ પણે સામે આવી છે. આ રેલવે સેવા અદ્યતન બનાવાય તો રોજ અપડાઉન કરતા નોકરીયાત વર્ગ,વિદ્યાર્થીઓ તેમજ આમ જનતાને તેનો સારો લાભ મળે તેમ છે. ઉલ્લેખનીય છેકે કેવડીયા ખાતે આકાર પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યામાં દિવસે દિવસે મોટો વધારો થઇ રહ્યો છે. આ રેલવે લાઇનને રાજપીપલાથી કેવડીયા સુધી લંબાવવામાં આવે તો અંકલેશ્વરની આગળ સુરત મુંબઇ તરફની ટ્રેન સેવાને પણ કેવડીયા સાથે જોડી શકાય.

માત્ર 2 ડબ્બાની ટ્રેન લોકો માટે આશિર્વાદરૂપ હતી
રાજપીપળા- અંકલેશ્વર વચ્ચે 2 ડબ્બાની ટ્રેન દોડતી થઇ હતી.રેલવે વિભાગે લાઈન માટે 800 કરોડ ખર્ચ્યા પણ હવે ફાટકો માટે લાખોનો ખર્ચ ના કરતા ટ્રેન થોભાવી ને ફાટક ખોલી ટ્રેનને આગળ વધારવી પડતી હતી.

3 બ્રોડગેજ લાઈન ચાલુ કરવાનો મંત્રલાયનો નિર્ણય
રેલવે બોર્ડ દ્વારા તાજેતરમાં નેરોગેજની 11 લાઇન પર ઓછી આવક થતી હોવાથી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંગે રેલવે મંત્રાલયમાં ઉગ્ર રજૂઆત થતાં વડોદરા ડિવિઝનની 2 લાઈન સહિત કુલ 3 લાઈન નેરોગેજ કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે બોર્ડે જારી કરેલા સર્ક્યુલરમાં અગાઉના નિર્ણયને 3 ટ્રેનો પર લાગુ નહીં થવાનો ઉલ્લેખ કરાયો છે.

સાડા ત્રણ કલાકની મુસાફરી કંટાળાજનક
રાજપીપળાથી અંકલેશ્વર વચ્ચે બસમાં ભાડું 60 રૂપિયા લેવાય છે. જ્યારે ટ્રેનમાં માત્ર 20 રૂપિયા ભાડું હોય ગરીબો માટે ટ્રેન આશીર્વાદ રૂપ હતી. પણ ટ્રેનમાં 3થી 4 કલાક બેસી મુસાફરી કરાવી પડે છે. અંકલેશ્વરથી ટ્રેન બપોરે 4 કલાકે નીકળે અને 7.55 કલાકે રાજપીપલા પહોંચતી હતી.

અંકલેશ્વર- રાજપીપલાને કેવડિયા સુધી બ્રોડગેજ લાઇન શરૂ કરાવવામાં આવે
અંકલેશ્વર-રાજપીપલા ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો છે. સરકારના 800 કરોડ રૂપિયાનો વેડફાટ થયો છે. રાજપીપલા એક સમયે ભરૂચનું જ અંગ હતું જેને અલગ જિલ્લામાં રૂપાંતરિત કર્યા બાદ હવે વડોદરા સાથે તેની કનેક્ટીવી વધારી દેવામાં આવી છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે કેવડિયા સુધી ડેવલપ કરવામાં આવી રેલ્વે લાઈન પણ ત્યાં સ્પીડ સાથે વધારી છે. જો મુંબઈ, સુરત -અંકલેશ્વર વાયા રાજપીપલા થઇ કેવડિયા સાથે રેલ માર્ગ જોડી દેવામાં આવે અને ટ્રેન ની સ્પીડ વધારી દેવામાં આવે તો મુસાફરો માટે આર્શિર્વાદ રૂપ ટ્રેન વ્યવહાર બની શકે છે. > સલીમ પટેલ, સભ્ય પ્રકૃતિ સુરક્ષા મંડળ , અંકલેશ્વર

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close