GovernmentNEWSVIDEO
આસામમાં મોદીએ જમીન પટ્ટા આપ્યા, કહ્યું-જમીન માત્ર ઘાસ-માટી નથી, એ આપણી માતા છે
આજે આસામના શિવસાગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એક લાખ સ્થાનિક આદીવાસી લોકોને જમીનના પટ્ટા આપ્યા છે. આ સાથે જ આ તમામ લોકો જમીનનાં હક્કદાર બન્યા છે. આસામ સરકારના કાર્યક્રમ અનુસાર, આસામના શિવસાગરના સ્થાનિક રહેવાસી 1 લાખ કરતાં વધુ આદીવાસી લોકોને જમીન પટ્ટાનાં પ્રમાણપત્રોનું વિતરણ કર્યું છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતરત્ન ભૂપેદ હજારીકાને કોટ કરતાં, જણાવ્યું હતું કે, ધરતીમાતા વિના અમારુ જીવન અધુરુ છે. આપણે એવી સંસ્કૃતિના ધ્વજાવાહક છીએ કે, જમીન માત્ર ઘાસ અને પથ્થરના રુપમાં નથી. પરંતુ આપણી માતા છે. આ ઉપરાંત મોદીએ જણાવ્યું હતું કે, 2016માં આસામમાં પોણા છ લાખ લોકો પાસે જમીન પર માલિકી હક્ક ન હતા. પરંતુ, અમારી સરકારે, 2019માં 2.28 લાખને જમીન પટ્ટા આપીને જમીન વિહોણા લોકોને જમીનનો હક્ક આપ્યો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments