
કોઈ પણ રાષ્ટ્રનો ઔદ્યોગિક કે આર્થિક વિકાસ, એ તેના ટ્રાન્સપોર્ટેસન નેટવર્ક અને ત્યાંના રાષ્ટ્રીય રાજમાર્ગો અને તેની સારસંભાળ પર આધારિત છે. વિશ્વમાં વસ્તીની દષ્ટિએ દ્રિતીય સ્થાન ધરાવતા ભારત જેવા દેશમાં તો, આ પ્રકારનો વિકાસ અતિઆવશ્યક છે. ત્યારે જાણીએ શું છેકે, ભારતમાલા પરિયોજના ? આ યોજના અંતર્ગત ભારત સરકાર દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ હાઈવે અને રોડ નેટવર્ક નિર્માંણ કરવાની યોજના છે.

ભારતમાલા પરિયોજના એ રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માંણ કરવાની એક છત્ર કાર્યક્રમ છે. દેશભરમાં આ પરિયોજના અંતર્ગત ફ્રેઝ-1માં કુલ 5,35,000 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ પામનાર કુલ 24,800 કિલોમીટરની લંબાઈ ધરાવતું રોડ નેટવર્ક નિર્માંણ કરવાનું આયોજન છે. જેમાં ઈકોનોમી કોરીડોર, ઈન્ટર કોરીડોર, ફીડર રુટસ્.,નેશનલ કોરીડોરને અસરકારક રીતે નિર્માંણ કરવાના છે. આ ઉપરાંત,દેશના તમામ ક્ષેત્રોને વિકાસ થાય તે માટે, બોર્ડર અને ઈન્ટરનેશનલ કનેક્ટીવીટી ધરાવતા રોડ, કોસ્ટલ અને પોર્ટ ક્નેક્ટીવીટી તેમજ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ હાઈવે નિર્માંણ કરવાની શ્રેષ્ઠ અને અસરકારક પરિયોજના છે.

આ ભારતમાલા પરિયોજનાની જાહેરાત, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં, રોડ અને ટ્રાન્સપોર્ટેશનના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના હસ્તે કરવામાં આવી હતી. વડાપ્રધાનના સૂચનોને કેન્દ્રમાં રાખીને, આ પરિયોજના અંતર્ગત દેશભરનું રોડ નેટવર્ક શ્રેષ્ઠ ગુણવત્તાવાળા નિર્માંણ થાય તે માટે આ પરિયોજના લાગુ કરવામાં આવી છે.
ભારતમાલા પરિયોજનાની વિશિષ્ટતાઓ.

- મલ્ટીમોડલ લૉજિસ્ટિક પાકર્સ નિર્માંણ દ્વારા અને ચોક પોઈન્ટ નાબૂદ કરીને, હાલના રોડ નેટવર્કમાં અસરકારક સુધારો કરાશે.
- ઉત્તર-પૂર્વીય કનેક્ટીવીટી સુધારવા અને ઈનલેન્ડ વોટરવે સાથે સારામાં સારી રોડ ક્નેક્ટીવીટી પર ભાર મૂકવો
- પ્રોજેક્ટ તૈયારી- એસેટ મોનિટરીંગ માટે સારી ટેકનિક અને પ્રોજેક્ટ નિર્માંણમાં ટેક્નોલોજી સાથે વૈજ્ઞાનિક ઢબ પર ભાર મૂકવો.
- ફ્રેઝ-1 માં આવતા તમામ પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments