GovernmentInfrastructureNEWS

થલતેજ- શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ, અમિત શાહ વિડિયો કોન્ફરન્સથી જોડાયા

  • રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે જ્યાં 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે
  • રેલવે ઓવરબ્રિજ બની જતા 10 લાખ લોકોને રાહત મળશે

અમદાવાદ શહેરમાં એક પછી એક બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે આજે અમદાવાદ શહેરના થલતેજ-શીલજને જોડતા રાચરડા ચાર રસ્તા પર રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 55 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થયો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે.રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે. 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે. જ્યારે ટ્રેન નીકળે એટલે ફાટક 5 મિનિટથી વધારે બંધ રહે એટલે 24 કલાકમાં 6 કલાક ફાટક બંધ રહેતો હતો. જેના કારણે 10 લાખ લોકો પ્રભાવિત થતા હતા.પરંતુ થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા રેલવે ઓવરબ્રિજ બની જતા 10 લાખ લોકોને રાહત મળશે.

અમિત શાહ વિડિયો કોન્ફરન્સથી રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ જોડાયા
આ બ્રિજ બનાવવા માટે 60 કરોડ રૂપિયાનો અંદાજ હતો પણ 55 કરોડમાં કામ પૂર્ણ થયું છે.એટલે અંદાજ કરતા પણ ઓછા ખર્ચમાં રેલવે ઓવર બ્રિજ તૈયાર થયો છે.આ બ્રિજનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બ્રિજનું લોકાર્પણ કરાયું છે.અમિત શાહ વિડિયો કોન્ફરન્સથી રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ જોડાયા હતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુક્યો છે.

હવે બ્રિજ બની જતા જ વાહન ચાલકોએ રાહત મળશે
આ પ્રસંગે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ રેલવે ઓવર બ્રિજ બનવાના કારણે થલતેજથી શીલજ જવા માટે સમય પણ બચશે અને ટ્રાફિક પણ નહીં થાય. બ્રિજ બન્યા પહેલા થલતેજથી શીલજ જવા માટે ફાટક આવતો હતો અને ટ્રેન પસાર થઈ જાય ત્યાં સુધી વાહન ચાલકોએ રાહ જોવી પડતી હતી. પરંતુ હવે બ્રિજ બની જતા જ વાહન ચાલકોએ રાહત મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close