વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો ફેજ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો
PM Modi performs 'bhoomi poojan' of Ahmedabad Metro Phase-II, Surat Metro
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ ફ્રેઝ-2 અને સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. અમદાવાદ મેટ્રોરેલ ફ્રેઝ-2માં કુલ 28.25 કિલોમીટરના કુલ બે કોરીડોર નિર્માંણ કરવામાં આવશે. જેમાં પ્રથમ કોરીડોરની લંબાઈ 22.8 કિલોમીટર છે. જે મેટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનો પહેલો મેટ્રોરેલ કોરીડોરની લંબાઈ 22.8 કિલોમીટર છે. જ્યારે બીજા કોરીડોરની લંબાઈ 5.4 કિલોમીટર છે. જે ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીથી ગિફ્ટ સીટી સુધી નિર્માંણ પામશે. અમદાવાદ મેટ્રોરેલ ફ્રેઝ-2નો કુલ ખર્ચ 5384 કરોડ રુપિયા થશે.
સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટ
કુલ 12,020 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર સુરત મેટ્રોરેલ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 40.35 કિલોમીટર છે. જેમાં કુલ બે કોરીડોરનો સમાવેશ થશે. પ્રથમ મેટ્રોરેલ કોરીડોર સાર્થનાથી ડ્રીમ સીટી સુધી હશે જેની લંબાઈ 21.61 કિલોમીટર હશે. જ્યારે બીજો મેટ્રોરેલ કોરીડોર 18.74 કિલોમીટર રહેશે, જે બેસનથી સારોલી સુધીનો રહેશે.
અમદાવાદ મેટ્રોનું કામ ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે, જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40.૦3 કિ.મી. છે જેમાંથી, 6.5 કિ.મી. લંબાઈના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી જ કાર્યરત છે અને બાકી રહેલ 33.5 કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે.
સુરત 2024માં મેટ્રો સેવા શરૂ થાય તેવી શક્યતા
સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રિમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રિમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂા.779 કરોડ અને સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી રૂા.941 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે. આ બંને ફેઝનું કામ આજે શરૂ થઇ જશે! કોન્ટ્રાક્ટરે 30 મહિનાની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે. જેથી 2023 સુધીમાં બંને રૂટનું કામ પુર્ણ થશે તેવો આશાવાદ છે. જો કે હજુ સુધી જમીનના કબ્જા લેવાની કામગીરી બાકી હોવાથી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થવાની શક્યતા નહિંવત જણાઇ રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- એએનઆઈ અને દિવ્ય-ભાસ્કર
5 Comments