GovernmentNEWS
આજથી નવા સંસદભવનનું નિર્માંણકાર્ય શરુ થશે, જૂનું સંસદભવન મ્યુઝિયમમાં ફેરવાશે

રાજધાની નવી દિલ્હીમાં નવા સંસદભવનનું નિર્માંણકાર્ય આજથી શરુ કરવામાં આવશે. અંદાજે 100 વર્ષ બાદ, નવી સંસદ નિર્માંણ પામવા જઈ રહી છે. 865 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર નવું સંસદભવન ત્રિકોણ આકારમાં નિર્માંણ પામશે.
ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ ડિઝાઈન કરી ચૂકેલા અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલે નવા સંસદભવનની ડિઝાઈન તૈયાર કરી છે. આ સપ્તાહની શરૂઆતમાં જ 14 સભ્યવાળી હેરિટેજ પેનલે સરકારના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
18 Comments