GovernmentInfrastructureNEWS
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે, મકરસંક્રાંતિના દિવસે “ઉવારસદ ફ્લાયઓવર બ્રીજ”નું થશે લોકાર્પણ

વાહનચાલકો માટે સારા સમાચાર, ઉવારસદ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ આવતીકાલે એટલે મકરસંક્રાંતિના પાવન પર્વના દિવસે, ગુજરાતના મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કરવામાં આવશે.

ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ગાંધીનગર અને સરખેજ હાઈવેને મોડેલ રોડ નિર્માંણ કરવા ગુજરાત સરકારે માતબાર રકમ ફાળવી છે. જે અંતર્ગત એસજી હાઈવે પર સાત ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ પામી રહ્યા છે. જેમાં સમાવેશ થતા, ઉવારસદ ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ પામી ચૂક્યો છે. સિક્સ લેનની પહોળાઈ ધરાવતા ઉવારસદ ફ્લાયઓવર બ્રીજની લંબાઈ 1150 મીટર છે.

સ્થાનિક ટ્રાફિક ન થાય તે માટે બ્રીજની બંને બાજુ સર્વિસ રોડ પણ આપવામાં આવ્યા છે. આ બ્રીજનું નિર્માંણકાર્ય અમદાવાદની જાણીતી આશિષ ઈન્ફ્રાકોન પ્રા.લિ. અને એનસીસી કંસ્ટ્રક્શન કંપનીના જોઈન્ટ વેન્ચરમાં પૂર્ણ કરીને, ગુજરાત સરકારને સુપ્રરત કર્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
20 Comments