GovernmentInfrastructureNEWSVIDEO
તેલંગાણામાં નિતીન ગડકરીએ 13,169 કરોડના 765 કિ.મીની લંબાઈ ધરાવતા હાઈવે પ્રોજેક્ટોનું કર્યું ખાતમૂર્હૂત
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરીએ તેલંગાણાના કુલ 33 જિલ્લામાં 765 કિલોમીટરની લંબાઈ ધરાવતા 14 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટોનું ખાતમૂર્હૂત કર્યું છે. કુલ 13,169 કરોડ રુપિયાના ખર્ચે આ તમામ પ્રોજેક્ટ નિર્માંણ પામશે.
વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી, નિતીન ગડકરીએ આ પ્રોજેક્ટોનું ખાતમૂર્હૂત કર્યું હતું. આ પ્રસંગે નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં તેલંગાણા રાજ્યમાં 1918 કિલોમીટરની લંબાઈ 59 હાઈવે પ્રોજેક્ટો કુલ 17,176 કરોડ રુપિયાના મંજૂર થયા છે. આ રીતે સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડી દેવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય – ભારત સરકાર
11 Comments