ગુજરાત સરકારે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં, વિશ્વસ્તરીય એજ્યુકેશન સ્પેશિયલ રિજિયન માટે કર્યાં MOU
ગુજરાત સરકારના મહત્વપૂર્ણ flagship પ્રોજેક્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશિયલ રિજિયનની સ્થાપના માટેના MOU કરવામાં આવ્યા હતા. ‘ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી’ અંતર્ગત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડર રિજિયનના ભાગરૂપે નિર્માણ પામી રહ્યો છે. DSIR અત્યારે વિવિધ સેવાઓ સાથે સજ્જ છે અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ભીમનાથ – ધોલેરા રેલ લાઇનના માધ્યમથી વ્યૂહાત્મક રીતે ઉપયોગી કનેક્ટિવીટીના વિકલ્પો પણ ધરાવે છે. સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન સ્થાપિત કરશે. આ કંપની હૈદરાબાદ સ્થિત છે અને તે શિક્ષણ અને લાઈફ સાયન્સિસ સાથે સંકળાયેલા રોકાણ, બાંધકામ અને મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય ગુજરાત સરકાર
8 Comments