GovernmentHousingNEWSVIDEO
ગુજરાતમાં હવે જમીન હડપ કરવા બદલ 14 વર્ષની કેદ થશે
Gujarat Enforces Strict Anti-Land Grab Law With Up To 14-Years Jail Term
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરનારા ભૂમાફિયા તત્વો ગુનેગાર સાબિત થશે તો, ઓછામાં ઓછી 10 વર્ષની અને વધુમાં વધુ 14 વર્ષની જેલની સજા થશે. તેમજ ગુજરાત સરકાર આ પ્રકારના કેસોની સુનાવણી ઝડપી થાય તે માટે સ્પેશિયલ કોર્ટની રચના પણ કરશે. આ કોર્ટમાં છ મહિનામાં તેનો ઉકેલ લાવવામાં આવશે. ગેરકાયદેસર રીતે કોઈપણ વ્યકિતની અથવા સંસ્થાની જમીન પર દબાણ તથા કબજો કરનારને પ્રોત્સહિત કરનારને પણ 10 અથવા 14 વર્ષની જેલની સજા થઈ શકે છે. અથવા તો, જંત્રીની રકમ ભરવાનો દંડ પણ થઈ શકે છે. આ પ્રકારની જમીન ખરીદનારને પણ સજા થઈ શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સીએમઓ
10 Comments