GovernmentInfrastructureNEWS

અર્બન પ્લાનિંગ અને આત્મનિર્ભર ભારતનું એકીકરણ કરવાની અનિવાર્યતા- એન.કે. પટેલ, ITPI ના નવા પ્રેસિડેન્ટ

Urban Planning needs to be integrated with Atmanirbhar Bharat, Says ITPI’s new President NK Patel

ભારત દેશની ટાઉન પ્લાનર્સની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઓફ ઈન્ડિયા(ITPI)ના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ એન.કે. પટેલે જણાવ્યું છેકે, અર્બન પ્લાનિંગ અને આત્મનિર્ભર ભારત સાથે એકીકરણ કરવાની જરુર છે. વધુમાં તેમણે કહ્યું છેકે, ભારતના વિકાસમાં અર્બન પ્યાનર્સની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે. જમીન પર થતા માળખાકીય વિકાસમાં હંમેશા શહેરી આયોજનકારોનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે પરંતુ, હવે પરિવહન, અર્થતંત્ર અને પર્યાવરણીય ક્ષેત્રોમાં સમાવેશ કરવો જરુરી લાગી રહ્યો છે.

આ ઉપરાંત, એન.કે. પટેલે જણાવ્યું છેકે, દેશના તમામ શહેરોમાં યોગ્ય વિકાસ સાધવા ટાઉન પ્લાનિંગ ખૂબ અગત્યનું બનશે. અને તેનાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે આત્મનિર્ભર ભારત સહિત અન્ય સરકારી યોજનાઓ સાથે એકીકરણ કરવું ખૂબ જ અનિવાર્ય લાગી રહ્યું છે.
આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, અટલ મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) જેવી રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની તમામ યોજનાઓ સાથે અર્બન પ્લાનિંગનું એકીકરણ કરવું ખૂબ જ જરુરી છે. જેથી, અર્બન પ્લાનિંગ આ તમામ યોજના માટે પૂરક બની શકે તેમજ વધુને વધુ સફળ બનાવવા સહાયરુપ બની શકે છે.

મહત્વનું છેકે, ગોલ્ડ મેડલ ટાઉન પ્લાનર, ગુજરાત નારેડકોના અધ્યક્ષ એવા એન.કે. પટેલ અમદાવાદ શહેરના એક નામાંકિત અને જાણીતા ડેવલપર છે. તેમજ ગુજરાતના અર્બન પ્લાનિંગમાં તેમનો મોટો ફાળો છે. તાજેતરમાં એન.કે. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઓફ ઈન્ડિયા(ITPI)ના નવા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે. જોકે, અહીં મહત્વનું એ પણ છેકે, એન.કે. પટેલ, ગુજરાતમાંથી પ્રથમ એવા ટાઉન પ્લાનર છેકે, તેઓ ITPI સંસ્થામાં ઓફિસ બેરિયર તરીકે અડધી સદીથી ચૂંટાઈને આવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close