Big StoryGovernmentNEWS

વડાપ્રધાન મોદી 15 ડિસેમ્બરના રોજ ગુજરાત મુલાકાતે, કચ્છમાં બે પ્રોજેક્ટનું કરશે ખાતમૂર્હૂત

PM Modi to lay foundation stones of two projects during his Gujarat visit on 15 december-2020

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરના રોજ ગુજરાતના કચ્છ મુલાકાતે આવી રહ્યાં છે. જે દરમિયાન તેઓ કચ્છ જિલ્લામાં બે પ્રોજેક્ટનું ઉદ્ઘાઘાટન કરશે. જેમાં કચ્છના રણમાં મેગા રીન્યૂઅબલ એનર્જી પાર્ક અને માંડવીમાં ડીસેલિનેશન પ્લાન્ટનો સમાવેશ થાય છે. માંડવી આકારિત પામવા જઈ રહેલો ડિસેલિનેશન પ્લાન્ટથી ખેતી, ઈન્ડસ્ટ્રીયલ અને પીવા માટેનું શુદ્ધ પાણી પુરુ પાડવામાં આવશે તેવું મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યું હતું.

હાઈબ્રીડ રીન્યૂઅબલ એનર્જી પાર્કમાં સોલાર પેનલ અને પવનચક્કીનો દ્વારા વીજળી ઉત્પાદિત કરવામાં આવશે. આ વિશ્વનો સૌથી મોટો રીન્યૂઅબલ પાવર જનરેટર પાર્ક નિર્માંણ પામશે. જે 30,000 મેગાવોટ વીજળી ઉત્પાદન કરશે.આ પ્રોજેક્ટ કચ્છના રણમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર -2020ના રોજ મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પડેલા પ્રોજેક્ટોને મંજૂરી આપી હતી. જેમાં કુલ 60,000 હેક્ટરમાં નિર્માંણ પામનાર રીન્યૂઅબલ એનર્જી પાર્ક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટથી આવનારા બે વર્ષમાં ક્ચ્છમાં અંદાજિત 1.35 લાખ કરોડ રુપિયાનું રોકાણ થવાની સંભાવના છે. આવનારા બે વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું ભારત સરકાર જણાવી રહ્યું છે.

ઉલ્લખેનીય છેકે, વડાપ્રધાન મોદીએ ગત, 28 નવેમ્બરના રોજ અમદાવાદના ચાંગોદરમાં આવેલા ઝાયડસ બાયોટેક્ પાર્કની મુલાકાત લીધી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close