વડાપ્રધાન મોદીની મુલાકાતથી ઝાયડસ ગ્રુપ થયું પ્રોત્સાહિત, સૌ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશો અને માસ્ક પહેરો : પંકજ પટેલ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાયડસ કેડિલાના ચાંગોદરમાં બાયોપ્લાન્ટ પાર્કની મુલાકાત લીધી હતી અને તેમને ઝાયડસ દ્વારા વિકસાવાઈ રહેલી કોરોના વેક્સિન અંગે જાણકારી મેળવી હતી. વડાપ્રધાન મોદીની પ્લાન્ટ વિઝીટ અંગે કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, અમે વડાપ્રધાન મોદીની મુલાકાતથી પ્રોત્સાહિત થયા છીએ અને અમારા માટે પ્રેરણાદાયી હતી. તેમને વેક્સિન અંગે સંપૂર્ણ નોલેજ હતું અને આવનારા કેટલાક મહિનાઓમાં શું જરૂરિયાતો ઉભી થશે તેનું પણ તેમને નોલેજ છે. હવે શું કરવાનું છે તેનો રોડમેપ તેમની પાસે છે.
ઝાયડસના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીની મુલાકાત અમારા માટે પ્રોત્સાહનરુપ બની છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઝાયડસ ગ્રુપ કોરોનાની વૅક્સિન અને નવું ડાયગ્નોસ્ટિક આપવા માટે અવિરત પ્રયત્નો કરી રહ્યું છે. પંકજ પટેલે, દેશની જનતાને સ્વસ્થતા રહવાની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આપ સૌ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશો અને માસ્ક પહેરો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments