
મુંબઈ: ભારત સરકારના કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન મંત્રાલય, પ્રોપર્ટી સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારોને ભલામણ કરશે તેવું હાઉસિંગ એન્ડ અર્બન મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છેકે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, રીયલ એસ્ટેટ માર્કેટને વેગ આપવા, સરકારના રેવેન્યૂમાં વધારો કરવા અને દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા ભારત સરકારના આવાસીય મંત્રાલય રાજ્ય સરકારોને સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ભલામણ કરી છે.

જોકે, જમીન વેચાણ પર લાગતી સ્ટેમ્પ ડ્યૂટી અંગેનો નિર્ણય જે તે રાજ્ય સરકારો પાસે જ છે. નોંધનીય છેકે, દેશમાં પ્રોપર્ટી ક્ષેત્રે અગ્રેસર રાજ્યોમાં જે તે રાજ્ય સરકારોએ, પહેલાંથી જ સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. પરિણામે, પ્રોપર્ટીના વેચાણમાં વધારો નોંધાયો છે,સાથે નોંધણીમાં પણ વધારો થયો છે જેથી, સરકારના રેવેન્યૂમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છેકે, દેશભરમાં મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે, ડિસેમ્બર-2020 સુધી પ્રોપર્ટી પર લાગતી સ્ટેમ્પ ડ્યૂટી 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરી દીધી છે. જાન્યુઆરીથી માર્ચ-2021 સુધી માત્ર 3 ટકા સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લઈને, મહારાષ્ટ્ર સરકારે દેશભરમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
તો, કર્ણાટક રાજ્યએ પણ સ્ટેમ્પ ડ્યૂટીમાં 5ટકાથી ઘટાડીને 3ટકા કર્યો છે. પરિણામે, કર્ણાટકમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. મહત્વનું છેકે, રીયલ એસ્ટેટ સેક્ટર દેશના કુલ જીડીપીમાં 7ટકા હિસ્સો ધરાવે છે. તેને જોતાં, આવનારા સમયમાં આ ટકાવારીમાં વધારો થઈને 14થી 15 ટકા કરવાનું સરકારનું લક્ષ્ય છે. 5.5 કરોડ લોકો રીયલ એસ્ટેટ સેક્ટરના કામ સાથે સંકળાયેલા છે.
વર્તમાન સ્થિતિને જોતાં, રીયલ એસ્ટેટ માર્કેટને વેગ આપવા માટે આયોજિત કરેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આવાસીય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ નારેડકો-અપરિયા સંસ્થા ડેવલપર્સને જણાવ્યું હતું કે, આપણે દર વર્ષ એક શિકાગો નિર્માંણ કરી રહ્યા છીએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments