
ઈન્ટરનેશનલ રીયલ એસ્ટેટ કન્સલ્ટન્સી નાઈટ ફ્રેકના રિપોર્ટ મુજબ, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીનો વૈશ્વિક સૂચકઆંક સ્તરીય લક્ઝૂયરીયસ રેસિડેન્શિયલ પ્રોપર્ટીની વાર્ષિક પ્રસંશનીય કિંમતોમાં વૈશ્વિક સ્તરે 27મો ક્રમાંક મળ્યો છે જ્યારે, મુંબઈ અને બેંગ્લુરુર અનુક્રમે 33 અને 34મા ક્રમાંકે આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાના ઓસ્ટ્રાલાસિયા પ્રદેશના ઓકલેન્ડ શહેર 12.9 ટકા સાથે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની વાર્ષિક પ્રસંશનીય કિંમતોમાં વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમાંકે છે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષની તુલનામાં આ વર્ષના જુલાઈ અને સપ્ટેમ્બર મહિના ક્વાર્ટરમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટી વાર્ષિક કિંમતનો દર ઊંચો રહ્યો છે. તો, મનીલા અને શેનજેન શહેરમાં અનુક્રમે 10.2 ટકા અને 8.9 ટકા રેસિડેન્શિયલ પ્રોપર્ટી વાર્ષિક કિંમતોમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે આવ્યા છે.

નોંધનીય છેકે, નાઈટ ફ્રેકે આજે આ ત્રીજા ક્વાર્ટરનો અહેવાલ રજૂ કર્યો છે. જેમાં દિલ્હી 27મા ક્રમાંકે આવ્યું છે. જોકે, બીજા ક્વાર્ટરમાં દિલ્હીનો ક્રમાંક 27મો હતો. જ્યારે, બેંગ્લુરુનો ક્રમાંક 26મો હતો. પરંતુ, આ વખતે દિલ્હીએ આલીશાન રેસિડેન્શિયલ ફ્લેટ નિર્માંણ કરવામાં મેદાન માર્યું છે.
નાઈટ ફ્રેકના સીએમડી જણાવે છેકે, ભારતીય રીયલ એસ્ટેટ માર્કેટમાં કિંમતમાં સામાન્ય સુધારા સાથે, પોસ્ટ લોકડાઉનમાં આલિશાન ફ્લેટના માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments