GovernmentInfrastructureNEWS

AIFs ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે 40,000 કરોડના ભંડોળનું સંચાલન કરશે

Gujarat: AIFs are now making a beeline for GIFT IFSC

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં ભંડોળ માટેની ઈકોસિસ્ટમ 20 થી વધુ વૈકલ્પિક રોકાણ ભંડોળ (AIFs) સાથે આકાર લઈ રહી છે, જે હવે IFSC ઓથોરિટી સાથે નોંધાયેલ છે, જે ભારતમાં IFSC એકીકૃત નિયમનકર્તા છે.

એક અધિકારીના જણાવ્યાનુસાર, આ 20 AIFs ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે 40,000 કરોડના ભંડોળનું સંચાલન કરશે, જે અન્યથા સિંગાપોર અથવા મોરિશિયસના આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ કેન્દ્રો પર પહોંચ્યું હોત. વધુમાં અધિકારીએ જણાવ્યું છેકે, હજુ AIFs માટેની અન્ય 25-30 દરખાસ્તો IFSC રેગ્યુલેટરની મંજૂરી અંતર્ગત છે.

IFSC રેગ્યુલેટરની સ્થાપના થઈ ત્યારથી બે વર્ષથી ઓછા સમયમાં, લગભગ 45 ફંડ્સ GIFT સિટીમાં આવ્યા છે,” તેમણે વધુમાં જણાવ્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close