ગુજરાત સરકારે, નિવૃત ગુજરાત હાઈકોર્ટના જજ આર.ડી.કોઠારીની રેરા અપિલેટ ટ્રિબ્યૂનલ ચેરમેન તરીકે નિમણૂંક કરી
Retired Gujarat HC judge is appointed as RERA appellate tribunal's chairman

ગુજરાત સરકારે, 11 નવેમ્બર-2020ના રોજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ આર.ડી. કોઠારીની રેરા એપિલેટ ટ્રિબ્યૂનલના ચેરમેન તરીકે નિમણૂંક કરી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ડેવલપર્સ ટ્રિબ્યૂનલના ચેરમેનની નિમણૂંક કરવાની માંગણી કરી રહ્યા હતા. કારણ કે, તેઓનું કહવું હતું કે, રેરા ઓથોરીટી દ્વારા અનેક કેસો નામંજૂર કરીને પેન્ડિગ રાખવામાં આવે છે અને તેના પર કોઈ જ નિર્ણય પણ લેવાતો નથી. જેથી,અમને યોગ્ય ન્યાય મળતો નથી. જેને લીધે, અમે એપિલેટ ટ્રિબ્યૂનલના ચેરમેનની નિમણૂંકની માંગણી કરી રહ્યા હતા.

રાજ્ય સરકારે આ સાથે રેરા ટ્રિબ્યૂનલ માટે જ્યુડીશિયલ ઓફિસર તરીકે મેહુલ ગાંધીને સરકારી ઓફિસરની નિમણૂંક કરી હતી. તો, અજય દાસ મલ્હોત્રાની નિમણૂંક ટેકનિકલ-એડમિનીસ્ટ્રેટીવ મેમ્બર તરીકે કરી હતી. ઉલ્લેખનીય છેકે, એપિલેટ ટ્રિબ્યૂનલના ચેરમેન અને તેના સભ્યોની મુદ્દત પાંચ વર્ષની હોય છે.
નોંધનીય છેકે, રેરા એક્ટમાં એપિલેટ ટ્રિબ્યૂનલની રચના કરવાની જોગવાઈ છે. જોકે, ગુજરાત સરકારે, ગુજરાતમાં રેરા એક્ટના અમલ દરમિયાન એપિલેટ ટ્રિબ્યૂનલ માટેના ચેરમેનની નિમણૂંક કરી ન હતી. સરકારના આદેશાનુસાર, એપિલેટ ટ્રિબ્યૂનલ રેરા ઓથોરીટી સામે થયેલી તમામ ફરિયાદો અંગેની સુનવણી કરી શકશે. જો ડેવલપર્સ રેરા અને રેરા ટ્રિબ્યૂનલના આદેશ સાથે સહમત હોય. તો તે ગુજરાત હાઈકોર્ટમાં પણ જઈ શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટીએનએન, ગાંધીનગર
13 Comments