
નવી દિલ્હીમાં બે દિવસીય ક્રેડાઈ નેશનલ કોન્ક્લેવ-2025નો આજથી શુભારંભ થયો છે. જેનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસની ગૌરવગાથા કહેતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દેશનું શ્રેષ્ઠ વિકાસનું રોલ મોડેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય અને પ્લગ એન્ડ પ્લે સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે કે, બિઝનેસ પ્લેયરને અહીં આવતા પહેલાથી જ ઉત્તમ સુવિધાઓ તૈયાર મળી રહે છે. જેથી, દેશ સહિત દુનિયાના રોકાણકાર કે બિઝનેસમેનો સરળતા રોકાણ કરી શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશની પ્રથમ ગ્રીન ફિલ્ડ અને સ્માર્ટ સિટી ધોલેરામાં ઈન્ટરનેશનલ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ટર નિર્માણ થયું છે, ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે સાથે, અમદાવાદ અને ધોલેરને જોડતો 109 કિલોમીટરનો એક્સપ્રેસ વે પણ બની ગયો છે એટલે કે અમદાવાદથી ધોલેરા રોડ કનેક્ટિવીટી પણ સરળ બની છે. ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે દેશના અન્ય ડેવલપર્સને ગુજરાતમાં રોકાણ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આમંત્રિત કર્યા છે.

તદ્દઉપરાંત, મુખ્યમંત્રીએ સસ્ટેનેબિલિટી અને ઈનોવેશન પર ભાર મૂકતાં કહ્યું કે, પર્યાવરણને અનુકૂળ ઘરો, ઓફિસો અને સરકારી ઇમારતો બનાવવી જરૂરી છે. આ માટે નવા સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું પડશે. વધતા શહેરીકરણને કારણે સંસાધનોનું સંચાલન કરવા દૂરંદેશી આયોજનની જરૂરીયાત તેમણે સમજાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ક્રેડાઈ નેશનલ કોન્કલેવમાં ક્રેડાઈના ચેરમેન બોમન ઈરાની, પ્રેસિડેન્ટ શેખર પટેલ, પ્રેસિડેન્ટ ઈલેક્ટેડ જી. રામ રેડ્ડી અને ક્રેડાઈ ગુજરાતના પદાધિકારીઓ સહિત દેશભરના વિવિધ રાજ્યોના ક્રેડાઈના પ્રતિનિધિઓ કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



