આજે એન્જિનીયર્સ ડે, એન્જિનીયર્સ માટે ગૌરવનો દિવસ, વડાપ્રધાન મોદીએ એમ. વિશ્વેશ્વરાયને પુષ્પાજંલિ અર્પિત કરી

આજનો દિવસ, દરેક સિવીલ એન્જિનિયર્સ માટે “I am Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના મહાન સિવિલ એન્જિનિયર અને ભારત રત્ન એવા એમ.વિશ્વેશ્વરાયનો જન્મ દિવસ છે. તેમના માનમાં ભારત દેશ સિવિલ એન્જનીયર્સ દિવસની ઉજવણી કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એન્જીનીયરીંગ દિવસ પર ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાજંલિ અર્પિત કરી હતી. આ સાથે ભારતના તમામ સિવીલ એન્જીનીયર્સને અભિનંદન પાઠવ્યા છે.

દેશભરમાં છેલ્લા એક દાયકામાં અનેક એન્જીનીયરીંગ માર્વેલ પ્રોજેક્ટ નિર્માણ પામ્યા છે. જેમાં ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો, અમદાવાદમાં રિવરફ્રન્ટ અને તેના પર નિર્માણ પામેલા અટલ બ્રિજ પણ એક એન્જીનીયરીંગ માર્વેલ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ એક એન્જીનીયરીંગ માર્વેલ છે. તો ચિનાબ બ્રિજ કે, જે જમ્મુ-કાશ્મીરમાં આવેલી ચિનાબ નદી પર નિર્માણ પામ્યો છે તે પણ એક એન્જીનીયરીંગ માર્વેલ છે. દેશનું નવું સંસદભવન પણ એન્જિનીયરીંગ માર્વેલ છે. આ રીતે દેશભરમાં અનેક નિર્માણો બન્યા છે. તે સિવીલ એન્જીનીયરીંગને યાદ અપાવે છે સાથે સાથે સિવીલ એન્જીનીયરીંગને ગૌરવ અપાવે છે.

15 સપ્ટેમ્બરના રોજ ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયના જન્મદિવસને ભારતમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. સર એમ વિશ્વેશ્વરૈયાએ એન્જિનિયરિંગ અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આધુનિક ભારતના ડેમ, જળાશયો અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર મહાન રાષ્ટ્ર-નિર્માતાઓમાં તેમની ગણના થાય છે. સર એમ વિશ્વેશ્વરાયે કર્ણાટકના કૃષ્ણ રાજા સાગર ડેમ અને હૈદરાબાદની પૂર સંરક્ષણ પ્રણાલી સહિત મુખ્ય ઈજનેર તરીકે અનેક સ્થાપત્ય અજાયબીઓના બાંધકામની દેખરેખ રાખી હતી.

એન્જિનિયર્સ ડેનો ઈતિહાસ: 1968માં, ભારત સરકારે સર એમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયર્સ ડે તરીકે જાહેર કરી. ત્યારથી, આ દિવસ આધુનિક અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે યોગદાન આપનાર અને હજુ પણ કરતા હોય તેવા તમામ એન્જિનિયરોને સન્માનિત કરવા અને સ્વીકારવા માટે ઉજવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જૂના કાળમાં જે સિવિલ એન્જિનીયર હોય તે જ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનું કામ કરી શકતો હતો. પરંતુ, સમયચક્ર બદલતાં હવે કોઈ પણ શ્રીમંત કે અન્ય વ્યવસાયકાર પણ બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નિર્માણ કરીને બિલ્ડર્સ કે કન્સ્ટ્રક્શન ટાઈકૂન બની શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
One Comment