યુપીના ગોરખપુરમાં નિર્માંણ પામશે ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, માસ્ટર પ્લાનના કામની કરાઈ સોપણી
REPL to prepare master plan for industrial corridor in UP’s Gorakhpur
ભારત સરકાર દેશમાં માળખાકીય વિકાસ સાધવા માટે સતત ગતિશીલ છે. જેના ભાગરુપે, દેશના અનેક રાજ્યોમાં માળખાકીય વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશનાના મહત્વના ગણાતા ગોરખપુરમાં ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર નિર્માંણ પામવા જઈ રહ્યો છે. આ કોરીડોરનો માસ્ટર પ્લાન રુદ્રાભિષેક એન્ટરપ્રાઈઝ લિમિટેડ નામની દિલ્હી બેઝ કંપની તૈયાર કરી રહી છે.
રુદ્રાભિષેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્સી કંપની,ગોરખપુરના ધુરિયાપુરમાં કુલ 5500 એકર જમીનમાં ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરનો માસ્ટર પ્લાન તૈયાર કરશે. કંપનીના સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર GIS based માસ્ટર પ્લાન અને સેક્ટેરીયલ પ્લાન ડીઝાઈન કરવામાં આવશે. વધુમાં કંપનીએ જણાવ્યું છેકે, સ્થાનિક ઓથોરીટી આ કોરીડોરને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અંતર્ગત નિર્માંણ કરશે.જેમાં સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે, સેનિટેશન, હેલ્થકેર,એજ્યુકેશન અને રીક્રિએશન પર ભાર મૂકવામાં આવશે.
રુદ્રાભિષેક એન્ટરપ્રાઈઝ લિમિટેડના સીએમડી પ્રદીપ મિશ્રાએ જણાવ્યું છેકે, ટેક્નોલોજી એ દેશના માળખાકીય વિકાસમાં મહત્વની ભુમિકા ભજવે છે. વધુમાં તેમણે જણાવ્યું છેકે, અમે આ પ્રોજેક્ટ માટે તૈયારીઓ હાથ ધરી દીધી છે. રુદ્રાભિષેક એન્ટરપ્રાઈઝ લિમિટેડ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે ઘણા વર્ષોથી કામ કરી રહી છે. જેમ કે, સ્માર્ટ સિટિઝ્ પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ચેન્નાઈ મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે બીમ ટેક્નોલોજી, જીઆઈસી બેઝ માસ્ટર પ્લાન, વોટર સપ્લાઈ સિસ્ટમ અને સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાન જેવા અનેક પ્રોજેક્ટ સરકાર સાથે કર્યાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments