ગુજરાત ચેરમેન-મેમ્બરની નિમણૂંકને લઈને,ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ-તેમની ટીમ આજે કાયદા મંત્રીને મળશે તેવી સંભાવના

ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ તેજશ જોશી અને તેમની કમિટી ટીમે, માનનીય સરકારશ્રી અને તેમના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારને, ગુજરાત રેરાના ચેરમેન અને મેમ્બરની ટીમની નિમણૂંક કરવા એક પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ મહત્વના પદો પર અધિકારીશ્રીઓની નિમણૂંક કરવાની માંગણી કરી છે. કારણ કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટર ખૂબ જ મહત્વનું સેક્ટર છે. હાલ અમદાવાદમાં 25,000 કરોડના 100 પ્રોજેક્ટ રેરામાં પેન્ડિંગ છે, જેથી પ્રોજેક્ટોનું કામ કાજ બંધ છે પરિણામે બિલ્ડર્સને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. જેથી સત્વરે સરકાર રેરા ચેરમેન અને મેમ્બર ટીમનું નિમણૂંક કરે તેવી ક્રેડાઈ અમદાવાદ ગાહેડ સહિત સમગ્ર બિલ્ડર્સ માંગ કરી રહ્યા છે.

ગુજરાત રેરાના ચેરમેન અને તેમની મેમ્બર્સ ટીમને લઈને આજે ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ તેજશ જોશી અને તેમની ટીમ કાયદા અને ન્યાય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત કરશે તેવી સંભાવના રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રેરાના કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા સનદી અધિકારી પી.જે પટેલ 7 જુલાઈએ નિવૃત થઈ રહ્યા છે. જેથી તેમની ખાલી પડેલી જગ્યા પર તાત્કાલિક ધોરણે ગુજરાત રેરા ચેરમેનની નિમણૂંક કરીને ગુજરાત સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરના વિકાસને વેગ આપે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.