ઉત્તરાખંડ: ટીહરી સરોવર પર દેશનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ તૈયાર, વડાપ્રધાન મોદીના હસ્તે થઈ શકે છે ઉદ્દઘાટન
India's longest suspension bridge in Uttarakhand.

ઉત્તરાખંડના ટિહરી સરોવર પર દેશના સૌથી લાંબા સસ્પેન્શન બ્રિજનું નિર્માણ પૂરું થઈ ગયું છે. ટેસ્ટિંગ માટે દક્ષિણ કોરિયાથી એન્જિનિયરોની ટીમ પહોંચી ચૂકી છે, જે 15 દિવસ તેનું ટેસ્ટિંગ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરમાં પુલનું ઉદઘાટન કરી શકે છે. આ પુલની સજાવટનું કામ પણ પૂરું થઈ ગયું છે. આ પુલનો ફાયદો આશરે ત્રણ લાખ લોકોને મળશે.
અત્યાર સુધી નઈ ટિહરીથી પ્રતાપનગર જતા આશરે પાંચ કલાક લાગતા, પરંતુ હવે ફક્ત બે કલાક જ લાગશે. ભારે વાહનોનું પણ 150 કિ.મી.નું અંતર ઓછું થઈ જશે. આ પુલનું નિર્માણ 2006માં શરૂ થયું હતું, જેની પાછળ અત્યાર સુધી રૂ. 135 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે. વર્ષ 2016માં રાજ્ય સરકારે રૂ. 135 કરોડના ખર્ચે ફરી નિર્માણ શરૂ કરાવ્યું તેની ડિઝાઈન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરાઈ. બાદમાં નવી ડિઝાઈ દક્ષિણ કોરિયાની કંપની યોસીને તૈયાર કરી.

આ પ્રોજેક્ટના એન્જિનિયર એસ.એસ. મખલોગાએ કહ્યું કે, આ પુલથી એકવારમાં 18 ટન ક્ષમતાનાં વાહન પસાર થઈ શકે છે. આ પ્રોજેક્ટનો અમલ સહેલો ન હતો કારણ કે, પુલના ટાવરની ઊંચાઈ કુતુબમિનારથી ફક્ત 34 ફૂટ ઓછી છે. આટલી ઊંચાઈએ પુલ બનાવવામાં એન્જિનિયરોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હકીકતમાં ટિહરી સરોવરનું ક્ષેત્રફળ 44 કિ.મી. છે. જોકે, જ્યાં પુલ બનાવાયો છે, ત્યાં સરોવરના બંને કિનારા ઘણા નજીક છે. આ જ કારણે એક વરિષ્ઠ એન્જિનિયર પુલ પરથી સરોવરમાં પડી ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. આ પહેલાં દેશનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ લેહમાં હતો, જેનું નામ મૈત્રી પુલ છે. તેની લંબાઈ 80 મીટર છે.
દેશના સૌથી લાંબા સસ્પેન્શન બ્રીજના નિર્માંણની ઝલક

લોકેશન- ટીહરી સરોવર, ઉત્તરાખંડ
બ્રીજનો પ્રકાર- સસ્પેન્શન બ્રીજ
નિર્માંણની શરુઆત- 2006માં
બ્રીજ નિર્માંણ પૂર્ણતા- 2020માં
બ્રીજ નિર્માંણમાં થયેલા સમયગાળો – 14 વર્ષ
બ્રીજની લંબાઈ- 725 મીટર(પોણો કિલોમીટર)
બ્રીજની પહોળાઈ- 7 મીટર
સસ્પેન્શન બ્રીજની લંબાઈ- 440 મીટર
બ્રીજના નિર્માંણ ખર્ચ – 270 કરોડ
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
18 Comments