GovernmentNEWS

વડાપ્રધાન મોદીએ કેવડિયા કોલોની ખાતે એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક અને આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું

Prime Minister Modi inaugurated Ekta Mall at Kevadiya Koloni

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૌથી પહેલા આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને એના વિશે જાણકારી મેળવી હતી. ત્યાર બાદ મોદીએ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક લોકાર્પણ કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે જોડાયા હતા.
વડાપ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે

વડાપ્રધાન મોદી આવતીકાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે, જેને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ કરશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close