GovernmentNEWS
કેશુ બાપાને અને ગુજરાતની સંગીત બેલડી બંધુને, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ટોચના નેતા કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યાર બાદ તેઓ ગાંધીનગર કેવડિયા પહોચ્યા છે. જ્યાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments