GovernmentInfrastructureNEWS

મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ: સરકારે, 25000 કરોડનું કામ લાર્સન એન્ડ ટુર્બોને સોપ્યું.

Mumbai Ahmedabad Bullet Train

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામના એક હિસ્સોનું લાર્સન એન્ડ ટુર્બોને સોપવામાં આવ્યું છે. કુલ 1.08 લાખ કરોડના પ્રોજેક્ટમાંથી એક હિસ્સાનું કામ 25000 કરોડમાં લાર્સન એન્ડ ટુર્બોને સોપવામાં આવ્યું છે.
એલ એન્ડ ટીના ચીફ એક્ઝિક્યુટીવ અને મેનેજિંગ ડાયરેક્ટર એસ.એન. સુબ્રમણ્યમ્ એ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લાર્સન એન્ડ ટુર્બોના આટલા લાંબા ઈતિહાસમાં 25000 કરોડની આટલી મોટી રકમનો ઓર્ડર પ્રથમવાર કેન્દ્ર સરકાર તરફથી મળ્યો છે. જે અમારા માટે એક સન્માનની વાત છે.

આ પ્રોજેક્ટનું કામ 4 વર્ષમાં પૂર્ણ કરવાની અમને ડેડલાઈન મળી છે. જેથી, અમને મળેલી સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પ્રોજેક્ટને પૂર્ણ કરીને સરકારને સુપ્રત કરીશું.
નોંધનીય છેકે, 24 સપ્ટેમ્બર-2020ના રોજ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને કુલ 508 કિલોમીટરના લાંબા રુટનું કામ રુપિયા 1.08 લાખ કરોડની અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં કુલ સાત કંસ્ટ્રક્શન કંપનીઓનો સમાવેશ થાય છે. આ રુટમાં ગુજરાતનો રુટનો પણ સમાવેશ થાય છે.


આ ટેન્ડરમાં ગુજરાતના કુલ કોરીડોરમાં વાપીથી વડોદરા સુધીનો રુટનો સમાવેશ થાય છે. જેમાં ચાર મોટા સ્ટેશન સુરત, વાપી, બીલીમોરા અને ભરુચનો સમાવેશ થાય છે. સાથે સાથે કુલ 24 નદીઓ અને 30 રોડ ક્રોસિંગ પણ સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય – ધ ઈકોનોમી ટાઈમ્સ.

Show More

Related Articles

Back to top button
Close