NHAIમાં ભ્રષ્ટ માણસો સામે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની લાલ આંખ

મહારાષ્ટ્રના નાગપુરમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના બિલ્ડિંગના અનાવરણ પ્રસંગે, કેન્દ્રીય રોડ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ NHAI ની કામગીરીથી ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. અને તેમણે NHAIની લગતી કમિટીઓ અને તેમાં ઉચ્ચ પદો પર કામ કરતા અધિકારીઓની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, જે કામ માત્ર બે વર્ષમાં થવું જોઈએ તે કામ માટે 9 વર્ષ લાગે છે તે ખૂબ જ દુ:ખની વાત છે.
વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, 1લાખ કરોડના પ્રોજેક્ટ ત્રણ કે સાડા વર્ષમાં પૂર્ણ થાય છે. તો આ માત્ર 200 કરોડના બિલ્ડિંગ પ્રોજેક્ટ હતો. તેમાં શા માટે આટલો મોટો વિલંબ ?
કેન્દ્રીય મંત્રી ગડકરીએ NHAIના સત્તાધીસોની આકરી ઝાટકણી કરતાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાક વિકૃત માણસો NHAIમાં કામ કરવાના નિર્ણયો લેવામાં હર્ડલ ઊભા કરે છે. આવા લોકોને પર રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવે અને પગલાં લેવામાં આવે તેવી વાત કરી હતી. જેથી, હવે ભ્રષ્ટ માણસોને દૂર કરવા માટે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ એક લક્ષ્ય બનાવ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments