DevelopersINTERVIEWNEWS

BIM (Building Information Modeling) Technology અંગે અમદાવાદના ડેવલપર્સનાં મંતવ્યો.

Feedback of Ahmedabad Developers Over BIM (Building Information Modeling) Technology

દેશ સહિત ગુજરાતમાં કંસ્ટ્રક્શન ટેક્નોલોજી ક્ષેત્રે, નવું સર્જન અને અપડેટ જોવા મળી રહ્યું છે. જે વર્તમાન માંગ છે. ત્યારે બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રના બિલ્ટ ઈન્ડિયાએ મેગેઝિન, કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ માટે મહત્વની ગણાતી બીમ ટેક્નોલોજી અંગે અમદાવાદ શહેરના ડેવલપર્સ શું માની રહ્યા છે અને તેઓના મંતવ્યો શું છે તે અંગે જાણવા બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને કેટલાક ડેવલપર્સની રુબરુ મુલાકાત કરી હતી અને તેઓની પ્રતિક્રિયા જાણી હતી. જે અહીં દર્શાવી છે.

ગ્રોઈંગ એરિયા સાઉથ બોપલમાં અલ્ટ્રા લક્ઝ્યૂરીયસ અને અર્ફોડેબલ હાઉસિંગ નિર્માંણ કરતા અમદાવાદના જાણીતા કવિષા ગ્રુપના એમડી પાર્થ પટેલ, બીમ ટેક્નોલોજી અંગે જણાવે છેકે,બીમ ટેક્નોલોજી એક એડવાન્સ ટેક્નોલોજી છે અને તેનાથી બિલ્ડિંગ પ્રોજેક્ટ અંગે પહેલાંથી કેવી રીતે કામ કરવું તે અંગેની રજેરજની માહિતી મળે છે જેથી, પ્રોજેક્ટમાં આવતી ખામીઓને દૂર કરી શકાય છે. BIM Technologyના વપરાશથી પ્રોજેક્ટનું ફિઝિકલ ફીલ આવે છે.
બીમ ટેકનોલોજીનો ઉપયોગમાં, ખાસ કરીને, પ્રોજેક્ટ કયા સ્કેલનો છે અને કેટલા સમયમાં પૂર્ણ કરવાનો છે તે ખૂબ મહત્વનું છે. જોકે, પ્રોજેક્ટને ટાઈમ ફ્રેમમાં આપવાનો હોય તો ચોક્કસપણે બીમ ટેક્નોલોજી આર્શીવાદરુપ સાબિત થાય છે. સરકાર દેશના મોટાં શહેરોમાં અલગ અલગ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નિર્માંણ કરવાનું પ્લાનિંગ કરતી હોઈ ત્યારે, આ પ્રકારની ટેક્નોલોજી ખૂબ સહાયરુપ બને છે. જેમ કે, ગિફ્ટ સીટી, સુરત ડાયમંડ બુર્જ.
બીમ ટેક્નોલોજી ડેવલપર્સ માટે કોસ્ટલી પડે છે પરંતુ,સામે ફાયદા પણ ઘણા છે. જેમ કે, સમય બચે છે, બિલ્ડિંગ નિર્માંણ વપરાતાં મટેરીયલનો બગાડ થતો નથી. તેમજ બિલ્ડિંગમાં આવનારા સમયમાં કોઈ જ પ્રકારના તોડફોડ કરવાની તક રહેતી નથી. આ પરિબળોને જોતાં બીમ ટેક્નોલોજી કંસ્ટ્ર્કશન સેક્ટર માટે આર્શીવાદરુપ છે. કવિષા ગ્રુપ આવનારા પ્રોજેક્ટોમાં બીમ ટેક્નોલોજીનો ઉપયોગ કરે તેવું પ્લાનિંગ કરી રહ્યું છે.

મકરબા, પાલડી, મીઠાખળી અને સાઉથ બોપલમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ નિર્માંણ કરનાર એવા અમદાવાદના જાણીતા એચઆર સ્પેસ ગ્રુપના ડાયરેક્ટર રોનિલ શાહ જણાવે છેકે, બીમ ટેક્નોલોજી આજના સમયની માંગ છે. આ ટેક્નોલોજી દ્વારા સિવિલ એન્જીનીયર કે આર્કીટેક્ટ ન હોય તો પણ તે વ્યકિત શ્રેષ્ઠ પ્રકારનું બિલ્ડિંગ નિર્માંણ કરી શકે છે. એટલે કે, બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પહેલાંથી તે બિલ્ડિંગ કેવું લાગશે, કેટલું મટેરીયલ વપરાશે, કેટલો સમય લાગી શકે છે તેવા પાસાંની જાણકારી મળે છે. જે પરથી ડીઝિટલ કંસ્ટ્રક્શન મોડેલ તૈયાર કરવામાં આવે છે.
બીમ ટેક્નોલોજી બિલ્ડિંગ પ્રોજેક્ટમાં માઈનોર ડિટેલિંગ કરે છે. જેમ કે, તમામ પ્રકારનાં મટેરીયલ, સર્વિસિસ જેવી કે, પ્લમ્બિંગ,ફાયર,ગેસ કનેક્શન,કલર, એલિવેશનને પહેલાંથી જાણી શકાય છે જેથી,આપણે પ્રોજેક્ટનું સારુ પ્લાનિંગ કરી શકીએ છીએ.

પાટનગર ગાંધીનગરના ગ્રોઈંગ એરિયામાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ઉત્તમ ગુણવત્તા અને લેટેસ્ટ આર્કીટેક્ટના ટ્રેન્ડમાં કામ કરતા ગાંધીનગરના હરિ ગ્રુપના એમડી નિસર્ગ પટેલ જણાવે છેકે, બીમ ટેક્નોલોજીના વપરાશથી પ્રોજેક્ટ નિર્માંણમાં સમય બગડતો નથી. સાથે, પ્રોજેક્ટમાં તમામ પ્રકારના મટેરીયલ કોન્ટીટીનું ચોક્કસ માપ મળે છે. જેથી,પ્રોજેક્ટ ડીલે થતો નથી.
બીમ ટેક્નોલોજી ખાસ કરીને, કમર્શિયલ અને લોજેસ્ટિક પ્રોજેક્ટમાં વધારે વપરાય છે. કારણ કે, આ પ્રકારના પ્રોજેક્ટમાં ડિટેલિંગ ખૂબ જ હોય છે જેવું કે, પ્લમ્બિગ, એસટીપી પ્લાન, ડ્રેનેજ વગેરે. ઘણીવાર કેટલાક પ્રોજેક્ટમાં પ્લમ્બિગ કે ડ્રેનેજ અથવા તો સર્વિસમાં એન્જીનીયર્સની ખામીઓ બીમ ટેક્નોલોજીમાં બહાર આવે છે જેથી,તેને સુધારી શકાય છે.
ગાંધીનગરમાં હરિ ગ્રુપ દ્વારા નિર્માંણ પામી રહેલા સૌથી મોટા કમર્શિયલ પ્રોજેક્ટ ધ લેન્ડમાર્કમાં બીમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close