તાજેતરમાં ગુજરાત સરકારે સુરતમાં SMC અને SUDAના કુલ 1085 ચો. કિ.મી. વિસ્તારના ફાઈનલ ડીપી પ્લાન-2035ને મંજૂરી આપી દીધી છે. આ રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ, સ્માર્ટ સીટી અને ડાયમંડનગરી સુરતના નિર્માંણને વધુ વેગવંતું બનાવવા પ્રગતિશીલ નિર્ણય લીધો છે. ત્યારે આ અંગે બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રનું બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, સુરત ક્રેડાઈના ચેરમેન અને જાણીતા ડેવલપર એવા સુરેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
સુરેશ પટેલે જણાવ્યું છેકે, ગુજરાત સરકારે સુરત ડેવલપમેન્ટ પ્લાન- 2035ને મંજૂરી આપીને સુરતના વિકાસને વેગ આપવા માટેની રુપરેખા તૈયાર કરી છે જે એક હકારાત્મક પગલું છે.જોકે, આ ડીપી- 2014માં રજૂ થવાનો હતો. પરંતુ, કેટલાક કારણોસર તે થઈ શક્યો ન હતો. વધુમાં તેમણે જણાવ્યું છેકે, આ ડીપી પ્લાનથી સુરતમાં પ્લોટિંગ સ્કીમ અને આઉટસ્કર્ટ એરિયામાં હાઉસિંગ પ્રોજેક્ટને વેગ મળશે.જૂના ટીપી પ્લાનમાં કુલ 84 ગામોને લીધા હતા પરંતુ, તેમાંથી કેટલાક ગામો નવા ડીપી પ્લાન-2035માંથી દૂર કરી કરવામાં આવ્યાં છે અને કેટલાક નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં સુરેશ પટેલ જણાવે છેકે, સુરતમાં સારો માળખાકીય વિકાસ સાધી શકાય તેવા હેતુસર સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અને ખજૂર અર્બન ડેવપમેન્ટ ઓથોરીટી એમ બે ઓથોરીટીની રચના કરવામાં આવી છે. આ રીતે આખા સુરતનો વિકાસ કરવા માટે સરકારે આ પ્રકારની બ્લૂપ્રિંટ તૈયાર કરી છે. સુરતમાં ખુડાની હદમાં આવતા વિસ્તારો જેવા કે, ડુમસ અને તેની આસપાસના ગામો તેમજ ડાયમંડ બુર્જ ખુડામાં આવે છે. અહીં ગુજરાત સરકાર ગિફ્ટ સીટી મોડલના આધારિત આ તમામ વિસ્તારોનો ડેવલપ કરી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
16 Comments