સુરતમાં SMC અને SUDAના કુલ 1085 ચો. કિ.મી. વિસ્તારના ફાઈનલ ડીપી પ્લાન-2035ને મુખ્યમંત્રી વિજય રુપાણીએ આપી મંજૂરી.
Surat Development Plan-2035

ગુજરાત સરકારે આજે સુરત મહાનગરપાલિકા અને સુરત સેવા સત્તામંડળના કુલ 1085 ચોરસ કિલોમીટર વિસ્તારના ફાઈનલ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ, સ્માર્ટ સીટી અને ડાયમંડનગરી સુરતના નિર્માંણને વધુ વેગવંતું બનાવવા પ્રગતિશીલ નિર્ણય લીધો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના જણાવ્યાનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય અંત્રોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઈડેન્સીટી રેસિડેન્શિયલ-કમર્શિયલ ડેવલપમેન્ટ માટે ખૂલશે જેથી, સુરતના માળખાકીય વિકાસને નવી દિશા મળશે.

કામરેજ-પલસાણા તથા અંત્રોલી હાઈસ્પીડ કોરીડોરને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતિજોનો પ્રારંભ થશે.
30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થતાં ખેડૂતો અને જમીન માલિકોનાં વિકાસ સપના સાકાર કરવાની નવી દિશા ખુલશે.
આશારે 850 હેક્ટર જમીન બાંધકામના અને વિકાસ માટે ઉપલબ્ધ છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેની બંને બાજુ 1 કિલોમીટરના કામરેજથી પલસાણા સુધીના 50 ચોરસ કિલોમીટર વિસ્તારમાં હાઈડેન્સીટી રેસિડેન્શિયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ થઈ શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય, સીએમઓ ગુજરાત
17 Comments