ફુઝી સિલ્વરટેક., પ્રિકાસ્ટ કોંક્રિટ બિઝનેસમાં 200 કરોડનું કરશે મૂડીરોકાણ.
Fuji Silvertech plans ₹200-crore capex

આગામી બે વર્ષમાં, ગુજરાતની પ્રિકાસ્ટ સિલ્વરટેક પ્રા.લિ. અને જાપાનીઝ ફુઝી કોંક્રિટ ઈન્ડસ્ટ્રીઝ કો.લિ. જોઈન્ટ વેન્ચરમાં પ્રિકાસ્ટ બિઝનેસમાં 200 કરોડનું પ્રિકાસ્ટ કોંક્રિટમાં મૂડીરોકાણ કરશે. કંપનીના જણાવ્યાનુસાર,પ્રિકાસ્ટ કોંક્રિટની માર્કેટમાં વધતી માંગને જોતાં આ રોકાણ કરવાની યોજના ઘડવામાં આવી રહી છે.

કંપનીના જણાવ્યાનુસાર, જાન્યુઆરી-2022માં ઔરાંગાબાદમાં પ્રિકાસ્ટના ઉત્પાદનનો યુનિટ શરુ કરવામાં આવશે. દરરોજનું 1400 ટનની ઉત્પાદન ક્ષમતા સાથે આ પ્લાન્ટ શરુ કરવામાં આવશે. જે આવનારા વર્ષના અંત સુધીમાં બમણી ક્ષમતા થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ઉત્તર ભારતની માંગને પહોંચી વળવા માટે રાજસ્થાન અને હરિયાણામાં પણ અન્ય મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરુ કરવાની યોજના ચાલી રહી છે. કંપનીએ 300 કરોડ રુપિયા તો, પહેલાંથી રોક્યા છે. પરંતુ, માંગને જોતાં, ક્ષમતા વધારવા માટે અન્ય 200 કરોડ રુપિયાનું રોકાણ કરવાની યોજના ચાલી રહી છે તેવું ફુજી સિલ્વરટેક કોંક્રિટના મેનેજિંગ ડાયરેક્ટર બ્રિજેશ શાહે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગનું ફંડ ઈસીબી માર્ગ દ્વારા આવશે. આ નાણાં ઉત્તર ભારતમાં શરુ કરવાના પ્લાન્ટ માટે અને હાલના એકમોની ક્ષમતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાના લક્ષ્યને જોતાં, આગામી કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત દેશમાં પ્રિકાસ્ટ કોંક્રિટની માંગ ખૂબ રહેશે. હાલ ભારતમાં અર્ગોનાઈઝ પ્રિકાસ્ટ માર્કેટ 1 ટકા કરતાં પણ ઓછું છે. જ્યારે જાપાન, જર્મની, યુએસએમાં તે 40 ટકા છે, તેથી ભારતમાં પ્રિકાસ્ટ માંગનો અવકાશ વધારે છે.
જેમ કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 30-40 ટકા પ્રિકાસ્ટ સામ્રગીની જરુર પડશે. જેનો અંદાજ 15000 કરોડ છે. હાલ અમારી કંપની સ્ટ્રોમ વૉટર, સુએઝ, બ્રીજ અને કલ્વર્ટ, સિંચાઈ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાવર અને રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રિકાસ્ટ પ્રોડક્ટસ્ ઉત્પાદન કરી રહી છે. ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments