ICBC ચેરમેનપદે સતત 3જા વર્ષે પીસી સ્નેહલ ગ્રુપના ડાયરેક્ટર ચિરંજીવ પટેલની નિમણૂંક
Chiranji Patel has appointed as a ICBC Chairman
ઈન્ડો- કેનેડિયન બિઝનેસ ચેમ્બર ઓફ કોમર્સ (ICBC)ના ચેરમેન તરીકે ચિરંજીવ પટેલની સતત ત્રીજા વર્ષે ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ છે. દિલ્હી ખાતે યોજાયેલી એક બેઠકમાં બિઝનેસ ચેમ્બર અને આઇસીબીસીના સમગ્ર બોર્ડ દ્રારા સર્વાનુમતે ચિંરજીવ પટેલને ખાસ દરખાસ્ત સાથે સતત ત્રીજી ટર્મ માટે ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.
ઇન્ડો- કેનેડિયન બિઝનેસ ચેમ્બર (ICBC) એ એકમાત્ર ભારતમાં ઓર્ગેનાઇઝેશન છે કે જે ઇન્ડો- કેનેડિયન ઇકોનોમિક અને દ્વિપક્ષીય સંબંધોને 1914થી પ્રમોટ કરવા માટે સમર્પિત છે. ICBC ભારતમાં હાઇ કમિશન ઓફ કેનેડા સાથે ખૂબજ સુમેળ સાથે મહત્વના ઇશ્યૂઝ અને ઇન્ડિયા- કેનેડા બિઝનેસ કોરિડોરમાં દ્વિપક્ષીય વ્યાપાર સંબંધી પગલાઓ અંગે કામ કરી રહ્યું છે.
છેલ્લા બે વર્ષમાં ચિરંજીવ પટેલના ચેરમેનપદ હેઠળ 18થી વધુ મેગા ઇવેન્ટ્સનું આયોજન કરાયું હતું અને કેનેડાના હાઇ કમિશનર, ટોચના અધિકારીઓ સહિત કાઉન્સેલ જનરલ્સ સાથે ચર્ચાઓનું આયોજન કરાયું હતું. સ્ટાર્ટઅપ્સ માટે સંખ્યાબંધ પ્રોગ્રામ્સ યોજવા ઉપરાંત ભારત અને અન્ય દેશોમાંથી વિદેશી બાબતોના વિભાગો સાથે પણ ચર્ચાનું આયોજન કરાયું હતું.
ઇન્ડો કેનેડા બિઝનેસ ચેમ્બર બન્ને દેશો વચ્ચેની તમામ પ્રકારની બિઝનેસ એક્ટિવિટીને સતત મદદ કરી રહી છે. અને કેનેડિયન કંપનીઓ કે જેઓ ભારતમાં બિઝનેસ કરવા ઇચ્છતી હોય તેમને પણ યોગ્ય પ્લેટફોર્મ અને મદદ પૂરી પાડે છે. ચિરંજીવ પટેલ સંખ્યાબંધ સંસ્થાઓને સફળતાપૂર્વક નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. અને તેમણે ચેરમેનશીપની 3જી ટર્મ દરમિયાન પણ ICBC ગુજરાતને નવી ઊંચાઇઓ ઉપર સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
9 Comments