NEWS

કેન્દ્ર સરકારની રોડ નિર્માંણ ક્ષેત્રે ઈકો ફ્રેન્ડલી પહેલ- અરવિંદ પટેલ, ચેરમેન, ઓલ ઈન્ડિયા નેશનલ હાઈવે કમિટી.

road construction reform in India

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના કેબિનેટ મંત્રી નિતીન ગડકરીના વિઝન અને દેશના રોડ નેટવર્કને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે અપડેટ કરવાની નિતીનું સ્વાગત કરતાં ઓલ ઈન્ડિયા નેશનલ હાઈવે કમિટીના ચેરમેન અને ગુજરાતની લિડિંગ રોડ કંસ્ટ્રક્શન કંપની પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અરવિંદ પટેલ જણાવે છેકે, ટૂંક સમયમાં દેશના રોડ નેટવર્કને ગુણવત્તા સાથે તેમાં કેટલાક સુધારા લાવવાની વાત કરી છે તે આવકાર્ય છે. કંસ્ટ્રક્શન કંપનીઓને આપવામાં આવતી ડિફેક્ટ લાયબિલીટી પીરીયડને 10 વર્ષનો કરી છે, જેથી, કંસ્ટ્રક્શન કૉવાલીટી સાથે અને કૉન્ટ્રાક્ટરો સમયમર્યાદામાં રોડ નિર્માંણકાર્ય પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત થશે. પરિણામે, દેશના લોકોને સારા અને ઉચ્ચ ગુણવત્તાવાળા રોડ મળશે.

રોડ નિર્માંણમાં ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓમાંથી નીકળતી વેસ્ટટેડ પ્રોડક્ટ અને સ્થાનિક ઉપલબ્ધ વેસ્ટ પ્રોડક્ટને ઉપયોગ કરવાથી, ઈકો ફ્રેન્ડલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. દેશમાં હાલ કૉન્ટ્રાક્ટરો રોડ બનાવવામાં પોલીમર્સ મોડીફાઈડ બિટુમેન(PMB) અને ક્રમ્બ રબર મોડીફાઈડ બિટુમેન(RRMB)નો ઉપયોગ કરે છે. પરંતુ, હવે કેટલીક અન્ય પ્રોડક્ટ જેમ કે, જ્યૂટ, કોર, કોપર, સ્ટીલ સ્લગ અને ફ્લાયસનો ઉપયોગ રોડ નિર્માંણમાં સ્લોપ પ્રોટેક્શન, ગ્રાઉન્ડ લેવેલિંગ જેવા કામોમાં કરવાથી, કંસ્ટ્રક્શન કોસ્ટ નીચે આવી શકે છે. પરંતુ, આ પ્રકારની પ્રોડક્ટને રોડ નિર્માંણમાં વધુને વધુ ઉપયોગ કરી શકાય તે માટે સરકારે, કઈ વેસ્ટટેડ પ્રોડક્ટ ગુણવત્તા રીતે ટકી શકશે, તેવી પ્રોડક્ટ ઓળખીને તેના પર જરુરી સંસોધનો કરવા અંગે જોગવાઈ કરવી જોઈએ.

સરકાર ડિફેક્ટ લાયબિલીટી પીરીયડ 10 વર્ષનો કરવા જઈ રહી છે ત્યારે, સરકારે પણ તેમના અધિકારીઓને કહેવું પડશે કે, તેઓ કંસ્ટ્રક્શન કંપનીઓને મદદ કરે કારણ કે, આ સમયગાળો ખૂબ જ લાંબો છે. જેથી, કંસ્ટ્રક્શન પૂર્ણ થયા બાદ, ડિફેક્ટ લાયબિલીટી પીરીયડ માટે અમુક પ્રકારની રેટિંગ રાખે તેથી, કંસ્ટ્રક્શન કંપનીઓને સરળતા રહે છે. કારણ કે, આટલો લાંબોગાળો હોવાથી, બેન્કો નાણાંકીય ભંડોળ અને વધુ શાખ માટે તૈયાર થતી નથી. જેને કારણે કૉન્ટ્રાક્ટરો આગામી ટેન્ડર માટે બોલી લગાવી શકતા નથી.

કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ દેશના આર્થિક વિકાસ અને જીડીપી માટેનું કરોડરજ્જુ સમાન છે. દેશમાં સૌથી વધુ રોજગારી આપનાર ઈન્ડસ્ટ્રીઝ હોવાથી, તેને નાણાંકીય ફંડિંગ વધારે જોઈએ છે. જેથી, હાલના સમયને જોતાં, સરકારે આ ઈન્ડસ્ટ્રીયને વધુ વેગવંતી બનાવવા અસરકારક પગલાં લેવાં જોઈએ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close