સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, મળેલી તમામ ભેટ-સૌગાતની હરાજી કરીને, તેમાંથી પ્રાપ્ત થયેલી કુલ 103 કરોડ રુપિયાનું સામાજિક અને સેવાકીય કામો માટે દાન કરી ચૂક્યા છે. નોંધનીય છેકે, કોરોનાના દર્દીઓને હિત માટે ભારત સરકાર દ્વારા રચાયેલા પીએમ કેર ફંડમાં નરેન્દ્ર મોદીએ 2.25 લાખ રુપિયાનું દાન કર્યું હતું. આ ઉપરાંત, 2019માં મોદીએ પોતાની બચતમાંથી 21 લાખ રુપિયા કુંભ મેળામાં સફાઈકર્મચારીઓના કલ્યાણ માટે આપ્યા હતા. તેમજ ગુજરાતના કર્મચારીની દીકરીના લગ્ન માટે 21 લાખ રુપિયાનું દાન કર્યું હતું.
ઉલ્લેખનીય છેકે, ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન, મોદીને મળેલી ભેટ-સૌગાતોની હરાજી કરીને, તેમાંથી મળેલી 89.96 લાખ બાળકીઓના શિક્ષણ માટે કન્યા કેળવણી ફંડમાં દાન કરી દીધા હતા. તો, 2015માં 8.35 કરોડ રુપિયાનું નમામિ ગંગે યોજના માટે દાન કર્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments