“Adarsh Rent Act”, મોદી સરકાર આવતા મહિને લાવી રહી છે. આ કાયદાનુસાર, ભાડૂઆત અને મકાનમાલિકા વચ્ચે સર્જાતા વિવાદો અંત આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આદર્શ રેન્ટ એક્ટને પ્રસાર કર્યાં બાદ, દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોકલવવામાં આવશે. જેથી, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આ કાયદાને અમલમાં મૂકી શકે.
ભાડૂઆતો અને મકાન માલિકો વચ્ચે સર્જાતા વિવાદો સંપૂર્ણપણે દૂર કરવા માટે કેન્દ્ર સરકાર આ એક્ટનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, આ એક્ટ એક જ મહિનામાં લાગુ કરવામાં આવશે.
ભાડૂઆતોના હિતોનું થશે રક્ષણ
મકાન અને શહેરી વિકાસ બાબતોના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ માહિતી આપતાં જણાવ્યું છેકે, જલદથી, ભાડૂઆત એક્ટમાં ફેરફાર કરવામાં આવશે. આ એક્ટને દેશના તમામ રાજ્યોમાં ભાડૂઆત કાયદો ભાડૂઆતોનાં હિતોના રક્ષણ માટે બનાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, 2011માં થયેલી વસ્તીગણતરી મુજબ,1.1 કરોડ મકાનો ખાલી પડ્યા છે. કારણ કે, લોકો આ મકાનો ભાડે આપતાં ડરી રહ્યા છે. જે બાદ, કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે, દેશમાં આદર્શ રેન્ટ એક્ટ લાગુ કરવો પડશે.
લોકોને પણ થશે ફાયદા
આદર્શ રેન્ટ એક્ટ મુજબ, ખાલી પડેલા ફ્લેટોમાંથી 60-80 ટકા ફ્લેટ ભાડૂઆત બજારમાં આવરી લેવામાં આવશે. રીયલ એસ્ટેટ ડેવલપર્સ પણ પોતાના નહીં વેચાયેલા ફ્લેટોને ભાડૂઆત આવાસમાં બદલી શકે છે. ઉલ્લેખનીય છેકે, કેન્દ્ર સરકારના મકાન અને શહેરી વિકાસ મંત્રાલયે ગત જુલાઈ- 2019માં આદર્શ રેન્ટ એક્ટના ડ્રાફ્ટની રુપરેખા જાહેર કરી હતી. તે દરમિયાન, એક્ટના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે, ભાડા સંસોધન કર્યાના ત્રણ મહિના પહેલાં, મકાનમાલિકોને લેખિતમાં નોટિસ આપવામાં આવશે. જેમાં જિલ્લા ક્લેક્ટરને ભાડા અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે અને ભાડૂઆત સમય કરતાં વધુ સમય મકાનમાં રહે તો ભાડૂઆત પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના મકાન અને શહેરી વિકાસ મંત્રાલયે આ એક્ટને લાગુ કરવા માટે ગત મહિનામાં દિશાનિર્દેશો જાહેર કર્યાં હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
9 Comments