GovernmentNEWS
ડીજીટલ ક્ષેત્રે મહેસૂલ વિભાગની આગેકૂચ, તમામ પ્રકારની જમીન માપણીની અરજીઓ ઓનલાઈન સ્વીકારશે.
ભારત સરકારે શરુ કરેલા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને કોરોના બાદ ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. સમય સાથે ચાલવા, રાજ્ય સરકાર મહેસૂલ વિભાગને મહ્અંશે ડીજીટલ કરવા સક્રિય છે. જે અંતર્ગત રાજ્ય સરકારના IORA વેબ પોર્ટલ પર, હવે તમામ પ્રકારની જમીન માપણીની અરજીઓ ઓનલાઈન સ્વિકારવવામાં આવશે. જેમાં, હદ માપણી, હિસ્સા માપણી જેવી માપણી અરજીઓ મોકલવી, માપણી ફી ભરવાની, માપણી શીટ મેળવવાની જેવી પ્રક્રિયાઓ સ્વિકારવવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારે જમીન અને મહેસૂલને લગતા કાયદા જેવા કે, બિનખેડૂત પણ જમીન ખરીદી શકશે અને ભૂમાફિયા સામે કડક પગલાં લેવા માટે ગુજરાત લેન્ડ ગ્રોબિંગ પ્રોહિબિશન એક્ટ-2020 ખેડૂતલક્ષી અને લોકકલ્યાણ માટે ઘડ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા., સૌજન્ય- સીએમઓ ગુજરાત
5 Comments