સ્કાઈસ્કેપર્સ બિલ્ડિંગોની સ્ટ્રક્ચરલ ડીઝાઈન અંગે સરકાર છે જાગૃત- વત્સલ પટેલ, સ્ટ્રક્ચરલ એન્જીનીયર
skyscraper buildings will be built in the Gujarat
અમદાવાદના જાણીતા સ્ટ્રક્ચરલ એન્જીનીયર અને સિનિયર ટાઉન પ્લાનર વત્સલ પટેલ જણાવી રહ્યા છેકે, 70માળની બિલ્ડિંગોના નિર્માંણ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય સરાહાનીય છે. પરંતુ, શહેરમાં 2500 અને 3000 ચોરસ મીટરના પ્લોટ મળવા અઘરા છે. જોકે, અમદાવાદમાં નવી રોડલાઈન નિર્માંણ કરવા ડીપી પ્લાનમાં 100 મીટરના રોડની જોગવાઈ પણ કરાઈ છે.
ગુજરાતના ઈતિહાસ પ્રથમવાર એવું બન્યું છેકે, નોટીફિકેશનમાં સ્ટ્ર્કચરલ એન્જીનીયર્સ તરીકે તે કેવી ડીઝાઈન કરશે તે અંગેની વાત પ્રથમ હરોળમાં કરવામાં આવી છે. જેથી, સ્ટ્રક્ચરલ એન્જીનીયરો વચ્ચે કોઈ વિવાદ પણ થશે નહી.આ સાથે ડીઝાઈન સ્ટાન્ડર્ડ અને ગુણવત્તાવાળા બિલ્ડિંગો નિર્માંણ પામશે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના ભાગરુપે રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટરને વેગવંતે બનાવવા માટે સરકારની આ પહેલ છે.પહેલાં એવું હતું કે, કોઈ ડેવલપર્સ કે અન્યને સ્પેશિયલ બિલ્ડિંગ નિર્માંણ કરવી હોય તો સરકારમાંથી મંજૂરી લાવવી ખૂબ જ અઘરી હતી. પરંતુ, હવે સરકાર સામે ચાલી ડેવલપર્સને કહી રહી છેકે, આપ આપની રીતે ડીઝાઈન કરી ગગનચૂંબી બિલ્ડિંગો નિર્માંણ કરો અને શહેરની સ્કાઈલાઈન સુંદર બનાવો.
એરપોર્ટ ઓથોરીટીના નિયમોનુસાર, એરપોર્ટ રનવે માટે રનવેના સ્પેશિયલ મેપ હોય છે, જેમાં રનવેની ડાયરેક્શન અને રનવેમાં પ્લેનને ચઢવા અને ઉતરવાના 8 ડીગ્રી એંગલ મુજબ જ બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવે છે. તેમાં બિલ્ડિંગનું લોકેશન પણ નક્કી કર્યા બાદ જ એરપોર્ટ ઓથોરીટી પરમિશન આપે એટલે આવા બિલ્ડિંગોના નિર્માંણમાં એરપોર્ટ ઓથોરીટી એ કોઈ મોટો ઈસ્યૂ નથી.
આવા બિલ્ડિંગોના નિર્માંણમાં સ્ટ્રક્ચરલ અંગે વત્સલ પટેલ જણાવી રહ્યા છેકે, સરકારે આ નિર્ણયના નોટિફિકેશનમાં જ સ્ટ્રકચરલને ખૂબ જ મહત્વ આપ્યું છે. નોટિફિકેશનના કુલ 16 પેજમાંથી 10 પેજ તો માત્ર સ્ટ્રક્ચરલ ડીઝાઈન અંગેના છે. જે પરથી જ આપણે કહી શકીએ કે, સરકાર આવા બિલ્ડિંગો નિર્માંણ અંગે ખૂબ જાગૃત અને પારદર્શક છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
8 Comments