બિલ્ડિંગ નિર્માંણ દરમિયાન લેન્ડ સ્ટેટાની ખાસ કરવી પડશે ઊંડી તપાસ
70 floors building will be built in the Ahmedabad
વિકસિત દેશોમાં આ પ્રકારના બિલ્ડિંગો સામાન્ય છે પરંતુ, વિકાશીલ દેશો માટે આવા બિલ્ડિંગોનું નિર્માંણ કરવું એ એક વિકાસની પરિભાષા કહી શકાય. આ સાથે દેશ-વિદેશના કોર્પોરેટ જગતને આકર્ષવા માટેનું માધ્યમ છે. પરંતુ, જ્યારે રાજ્ય સરકાર 70માળના બિલ્ડિંગો નિર્માંણ કરવાની મંજૂરી આપતી હોય, તે ખરેખર એક આનંદ વાત છે. કારણ કે, રેસિડેન્શિયલ તરીકે ગુગનચૂંબી બિલ્ડિંગો નિર્માંણ થવા જતાં હોય ત્યારે લોકોનું સ્વાસ્થ્ય સારુ રહેશે, પ્રદૂષણ મુક્ત બનશે અને નવી સ્કાઈલાઈન મળશે જેથી બર્ડ વ્યૂંનો લ્હાવો લઈ શકાશે.
પરંતુ, બીજી તરફ વિચારીએ તો, અમદાવાદમાં આવા બિલ્ડિંગો નિર્માંણ માટેના કેટલાક પડકારો પણ છે. જેમ કે, અમદાવાદમાં જમીન સ્તર રેતાળ છે જેથી, તેનું ફાઉન્ડેશન કરવો એક પડકારરુપ છે. કારણ કે, 70માળના બિલ્ડિંગના નિર્માંણ માટે અંદાજિત ત્રણ કે ચાર માળનો ફાઉન્ડેશન હોવું જરુરી છે. તેના કારણે, ફાઉન્ડેશન દરમિયાન ભૂગર્ભમાં પાણીનાં સ્તરો પણ જોવા પડશે.
નોંધનીય છેકે, ન્યૂયોર્ક, મોસ્કો કે મુંબઈમાં જે બિલ્ડિંગો નિર્માંણ કરવામાં આવી છે તે બિલ્ડિંગો હાર્ડ અને રોક લેન્ડ સ્ટેટા પર નિર્માંણ પામી છે. જેથી, ભૂકંપના આંચકો સામે રક્ષણ મળી શકે છે. પરંતુ, અમદાવાદમાં લેન્ડ સ્ટેટા સેન્ડી હોવાથી, તેના ફાઉન્ડેશનમાં સિવિલ એન્જિનીયરીંગની ઉચ્ચ તકનીકનો ઉપયોગ કરવો પડશે.
આવા બિલ્ડિંગો નિર્માંણ પામવા જઈ રહ્યા છે ત્યારે, ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગ એક પડકાર છે. કારણ કે, 70 માળની બિલ્ડિંગોમાં અંદાજિત ત્રણ કે ચાર માળ તો માત્ર પાર્કિંગ માટે પ્લાન કરવા પડશે તેમજ મલ્ટીલેવલ પાર્કિંગ કરવું પડશે. તેમજ પીકઅવર્સમાં વાહનો એકસાથે નીકળશે ત્યારે ટ્રાફિકની કડવાશ લોકોએ અનુભવવી પડશે.
એરપોર્ટ નજીક હોય ત્યારે, સામાન્ય રીતે ઊંચા બિલ્ડિંગોના નિર્માંણ માટેની મંજૂરી ન મળે પરંતુ, અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં અનેક જગ્યાએ આવા પ્રકારના બિલ્ડિંગો નિર્માંણ થઈ શકે છે. જેથી, એરપોર્ટ ઓથોરીટીની મંજૂરીનો કોઈ મોટો ઈસ્યૂ નથી.
સરકારના પર્યાવરણ વિભાગના નિયમોનુસાર, જ્યારે પણ કંસ્ટ્રક્શન કે માઈનિંગ એક્ટીવીટી કરવામાં આવતી હોય ત્યારે ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગની મંજૂરી વગર બાંધકામ કે ખનનકાર્ય કરી શકાતું નથી. ત્યારે આવા ગગનચુંબી બિલ્ડિંગો નિર્માંણ થવા જઈ રહ્યાં છે ત્યારે, દરેક પ્રમોટર્સે બિલ્ડિંગો સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂંથી ફાયર સેફ્ટી, લિફ્ટ અને પાર્કિંગ સહિત સંપૂર્ણ થયા બાદ જ મંજૂરી આપવામાં આવે છે. ઘણીવાર તો કોર્પોરેશનની રજાચિઠ્ઠી મળી ગઈ હોય તો પણ મંજૂરી આપવામાં આવતી નથી.
9 Comments