ArchitectsBig StoryCivil EngineeringNEWSOPINIONS

70 માળની બિલ્ડિંગો નિર્માંણ કરવાની મંજૂરી અંગે રીયલ એસ્ટેટ-કંસ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા વ્યવસાયકારોની પ્રતિક્રિયા

Feedback over 70 floors building, which will build in Ahmedabad city

ગુજરાત સરકારે અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં 70 માળની બિલ્ડિંગો નિર્માંણ કરવાની મંજૂરી આપવા અંગેની જાહેરાત કરી છે. તો જાણીએ શું કહી રહ્યા છે. રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા ડેવલપર્સ, આર્કીટેક્ટ, સિવિલ એન્જીનીયર.

નારેડકોના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે રાજ્ય સરકારના નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું છેકે, 70 માળની ઊંચાઈ ધરાવતા બિલ્ડિંગ નિર્માંણ કરવામાં બિલ્ડરોને ફાયદો થશે તે કહેવું અગરુ છે. એફએસઆઈ વધારવાથી મકાનો સસ્તા બનશે તેવું કંઈ જ લાગી રહ્યું નથી. આ નિર્ણયથી જમીનની બચત થશે. અમદાવાદમાં 20-22 માળ સુધી લોકો રહેવા સહમત છે અને ડેવલપર્સને પણ તેની કંસ્ટ્રક્શન કોસ્ટ પોસાય છે. પરંતુ, 70 માળનાં બિલ્ડિંગોનું નિર્માંણ કરવામાં તેની કંસ્ટ્રક્શન કોસ્ટ સહિત અનેક પડકારો રહેલા છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ લીધા નિર્ણયનું સ્વાગત કરતાં ગાહેડ-ક્રેડાઈના પ્રેસિડેન્ટ જણાવે છેકે, સરકાર દ્વારા રીયલ એસ્ટેટ સેક્ટર માટે જેટલા નિર્ણયો લીધા છે તે તમામ નિર્ણયો સારા અને હંમેશા ફાયદાકારક રહ્યા છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં 70 માળના બિલ્ડિંગો નિર્માંણ થવાથી, શહેરો સ્કાઈસ્કેપર્સ બનશે અને વિદેશમાં અમદાવાદની શાન વધશે.

GICEAના પ્રેસિડેન્ટ કિર્તી પટેલે, રાજ્ય સરકારના નિર્ણયનું સ્વાગત કરતાં જણાવે છેકે, અમદાવાદ શહેરને નવી સ્કાઈલાઈન આપવા માટેનો ઉમદો નિર્ણય છે. પરંતુ, આવા બિલ્ડિંગો અમદાવાદ સીટીમાં ક્યાં ક્યાં નિર્માંણ કરી શકાશે તે અંગે પણ પ્રકાશ પાડવો જરુરી છે. આ સાથે 70 માળનાં બિલ્ડિંગો નિર્માંણ પામશે તો, ભારત સરકાર અંતર્ગત આવતી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની પરવાનગી મળશે કે નહીં તે પણ એક સવાલ છે.

કંસ્ટ્રક્શનના નિષ્ણાંત અને સિવિલ એન્જીનીયર શૈલેષ પટેલ જણાવે છેકે, આવા બિલ્ડિંગોને નિર્માંણ કરવા ખરેખર પડકારરુપ હોય છે. જેથી, તેની સંપૂર્ણ ટેકનિકલ અને ઉચ્ચ માર્ગદર્શન હેઠળ જ નિર્માંણ પામતાં હોય છે. આવા બિલ્ડિંગો નિર્માંણ પામવાથી દેશ સહિત દુનિયામાં ગુજરાતની નામના વધશે. હાઈરાઈઝ બિલ્ડિંગોના નિર્માંણમાં ખાસ કરી, તેની સ્ટ્રક્ચર ડીઝાઈન, સોલીડ વેસ્ટનો નિકાલ, પાર્કિંગ અને અન્ય કુદરત આધારિત પડકારનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.

અમદાવાદમાં મુંબઈ અને દુબઈ જેવી સ્કાઈલાઈન જોવા મળશે. આ પ્રકારના બિલ્ડિંગોના નિર્માંણકાર્યમાં ખૂબ જ સમય લાગશે અને કંસ્ટ્રક્શન કોસ્ટ બેમણી થઈ જશે. આ ઉપરાંત, આવા બિલ્ડિંગોને બનાવવા તેના સ્ટ્ર્ક્ચર, સિવિલ એન્જીનીયરીંગ વર્ક એ એક મોટી ચેલેન્જ છે. ડેવલપર્સ આવા બિલ્ડિંગોનું વેચાણ કરીને લોકોને ઘરનું ઘર આપે તે અશક્ય છે.જોકે,આઈકોનિક બિલ્ડિંગ કે કોર્પોરેટ હાઉસ માટે ફાયદાકાર રહેશે.

આવા બિલ્ડિંગના નિર્માંણ માટે કંસ્ટ્રક્શન કોસ્ટ ખૂબ જ ઊંચી આવશે. પરંતુ, શહેરની સ્કાઈલાઈન બદલાશે. અલ્ટ્રા લક્ઝયૂરીયસ અને પ્રિમિયમ બિલ્ડિંગોના નિર્માંણ કરવા થોડાં મુશ્કેલ લાગશે. આ નિર્ણયથી, અમદાવાદ અને સુરતમાં શિંગાપોર અને દુબઈ જેવા બિલ્ડિંગો નિર્માંણ પામશે.

અરિષ્ટા ગ્રુપના એમડી ગૌતમ પટેલ જણાવે છેકે, હાલ આ નિર્ણયથી ડેવલપર્સને કોઈ જ ફાયદો થશે નહીં. કારણ કે, આ પ્રકારના બિલ્ડિંગોની કંસ્ટ્રક્શન કોસ્ટ ખૂબ જ ઊંચી આવશે. જેથી, ડેવલપર્સને આવા બિલ્ડિંગો નિર્માંણ કરવા પોસાય નહીં. સાથે આ પ્રકારના બિલ્ડિંગોમાં ટેકનિકલ પ઼ડકારો ખૂબ જ છે. હા એક વાત ચોક્કસ છેકે, આવા આઈકોનિક બિલ્ડિંગોથી સ્કાઈલાઈનનું બ્યૂટીફિકેશન વધશે.

Show More

Related Articles

Back to top button
Close