આજે નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસીનું મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે કરાશે લૉન્ચિંગ
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ સારો થાય અને ઉદ્યોગકારો અને બિઝનેસમેનો ઔદ્યોગિક ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ કરે અને દેશના સ્વનિર્ભર અભિયાનને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુસર, આજે ગુજરાત સરકાર નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસી શરુ કરવા જઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે, આ નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસીનું લોન્ચિંગ કરવામાં આવશે. લોકો ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે આકર્ષિત થાય તે માટે ગુજરાત સરકારે ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ નવી પોલીસીને લઈને તમામ તૈયારીઓ કરી દીધી છે. નોંધનીય છેકે, ગુજરાત સરકાર ઔદ્યોગિક સારો થાય તેવા હેતુસર, ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે સાણંદ જીઆઈડીસી, ઊંઝાના ઐઠોર ગામમાં પણ તાજેતરમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરી છે.
સૌજન્ય – https://twitter.com/CMOGuj/status/1291343741593112576?s=20
ટીમ બિલ્ડ ઈન્ડિયા.
9 Comments