2003માં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 2001 માં ગુજરાતના કચ્છ અને ભુજમાં આવેલા ભયાનક ભુકંપને ધ્યાનમાં રાખીને મકાનોની સલામતી પર ધ્યાન કેન્દ્રીત કરવા અને રાજ્ય સરકારના માર્ગદર્શન માટે મોડેલ બિલ્ડિંગ બાયલોઝ તૈયાર કરવામાં આવ્યા છે.
ફાયર બાયલોઝમાં જણાવ્યાનુસાર, તમામ ફાયર સંબંધિત ક્લિયરન્સ અને મંજુરીઓ જે તે શહેરના ચીફ ઓફિસર આપે છે. મંજૂરીઓ વગરના બિલ્ડિંગના ઉપયોગ અથવા તો, કબજો નિર્માંણકર્તાઓને આપવામાં આવશે નહીં.
ફાયર કન્સલ્ટન્ટ અને આર્કીટેક્સ દ્વારા આપવામાં આવેલા અભિપ્રાય મુજબ ચીફ ફાયર ઓફિસર ઈમારતોને ફાયર અંગે મંજૂરી આપશે. દેશના મોટાં શહેરોમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને, રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગો ઉપરાંત, હોટલ, સ્કૂલ, રેસ્ટોરેન્ટ, હોસ્પિટલ જેવી તમામ બિલ્ડિંગોને ફાયર એન્ડ સેફ્ટીના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અહીં સવાલ થાય છેકે, દરેક શહેરના ટાઉન પ્લાનિંગ સમયે જ ટાઉન પ્લાનરે ફાયર સેફ્ટીનો માસ્ટર પ્લાન બનાવવો જાઈએ. શું અમદાવાદ સહિત દેશના મોટાં શહેરોમાં ફાયર માસ્ટર પ્લાન છે કે નહીં, તે એક ચર્ચાનો વિષય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments