Estate BrokingHousingNEWS
બિલ્ડર્સ એસોસિએશનની રજૂઆતો બાદ, રેરા ઓથોરીટીએ રેરાનું ન્યૂ પોર્ટલ 2.0નો અમલ મુલતવી રાખ્યો
ગુજરાત રેરા ઓથોરીટીએ તેના નવા પોર્ટલ 2.0ને અમલીકરણ માટે હાલ પૂરતું મૂલતવી રાખ્યું છે. રેરા પોર્ટલ 2.0 નો અમલ પહેલી ઓગસ્ટ થવાનો હતો પરંતુ, રીયલ એસ્ટેટ સેક્ટરમાંથી મળેલા કેટલાક સૂચનોને લઈને રેરા પોર્ટલનું અમલીકરણ મુલતવી રાખવામાં આવ્યું છે.
કોરોના મહામારીને કારણે, ગુજરાતના કેટલાક ડેવલપર્સ એસોસિએશનને સૂચનો કર્યાં હતા કે, હાલ પૂરતું રેરા પોર્ટલરનું લોન્ચિંગ ન કરો. જેને કારણે, રેરા ઓથોરીટીએ તેમના સૂચનોને માન આપીને, રેરા પોર્ટલ 2.0ને મુલતવી રાખવામાં આવ્યું છે. નોંધનીય છેકે, રેરા પોર્ટલ 2.0નું અમલીકરણ 26 જૂનમાં કરવાનું હતું. પરંતુ, બિલ્ડર્સ એસોસિએશન દ્વારા આ પ્રકારના પોર્ટલને હાલ અમલી ન કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. અને જે એસોસિએશને નવા પોર્ટલનો અભ્યાસ કરવામાં માટે સમય માંગ્યો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments